For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરોધઃ નાણામંત્રી સીતારમણે કહ્યુ, લોકોને ગુમરાહ કરી રહ્યા છે સોનિયા ગાંધી

નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સંશોધિત નાગરિકતા કાયદા વિશે લોકોને ગુમરાહ કરવા અને એનઆરસી સાથે આને ખોટી રીતે તુલના કરવાનો આરોપ લગાવ્યો.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સંશોધિત નાગરિકતા કાયદા વિશે લોકોને ગુમરાહ કરવા અને એનઆરસી સાથે આને ખોટી રીતે તુલના કરવાનો આરોપ લગાવીને તેમની આકરી ટીકા કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણને આવ્યો ગુસ્સો

નાણામંત્રી નિર્મલા સીતારમણને આવ્યો ગુસ્સો

ભારતીય જનતા પાર્ટી તરફથી જારી નિવેદનમાં સીતારમણે પ્રદર્શનકારીઓને આ કાયદાને વાંચવા અને સમજવા અને જરૂર પડવા પર સ્પષ્ટીકરણ માંગવા માટે કહ્યુ છે. તેમણે પ્રદર્શનકારીઓને એ પણ કહ્યુ કે તે એવી તાકાતોથી બચે જે તેમને ભ્રમિત કરી રહ્યા છે અને દેશના નાગરિકો વચ્ચે હિંસા અને ડર ફેલાવી રહ્યા છે.

શું કહ્યુ સોનિયા ગાંધીએ

શું કહ્યુ સોનિયા ગાંધીએ

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓના નામ એક સંદેશ જારી કર્યો છે જેમાં સોનિયા ગાંધીએ પોતાના મેસેજમાં કેન્દ્ર સરકારની ટીકા કરી છે અને લોકોને એકસાથે ઉભા રહેવાની વાત કહી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં છાત્રો, યુવાઓ સાથે ભાજપની દમનકારી નીતિ પર સંવેદના વ્યક્ત કર છે સોનિયા ગાંધીએ કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદો ભેદભાવપૂર્ણ છે.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે ફેક વીડિયો, અમદાવાદ પોલિસે આપી ચેતવણીઆ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે ફેક વીડિયો, અમદાવાદ પોલિસે આપી ચેતવણી

નાગરિકતા સાબિત કરવા માટે લાઈનમાં ઉભુ રહેવુ પડશે

નાગરિકતા સાબિત કરવા માટે લાઈનમાં ઉભુ રહેવુ પડશે

સોનિયા ગાંધીએ ઉમેર્યુ કે નોટબંધીની જેમ એક વાર ફરીથી એક એક વ્યક્તિએ પોતાની તેમજ પોતાના પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઈનમાં ઉભુ રહેવુ પડશે. એનઆરસીમાં સમાજના ગરીબ અને નબળા જૂથના લોકોને નુકશાન પહોંચાડશે, લોકોની શંકાઓ વાજબી છે. કોંગ્રેસ બંધારણના પાયાગત મૂલ્યોને બચાવવા માટે લોકોની સાથે છે.

English summary
Finance minister Nirmala Sitharaman Says Sonia Gandhi Is Misleading The People Over Nrc And Caa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X