For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારમાં સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા 80% ઘટ્યાઃ કાળા નાણા પર પિયુષ ગોયલ

કાળા નાણા મુદ્દે રાદ્યસભામાં નાણાંમંત્રી પિયુષ ગોયેલે જણાવ્યુ કે મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ સ્વિસ બેંકોમાં જમા થયેલી રકમમાં 2014 થી 2017 વચ્ચે 80 ટકાનો ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

કાળા નાણા મુદ્દે રાદ્યસભામાં નાણાંમંત્રી પિયુષ ગોયેલે જણાવ્યુ કે મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ સ્વિસ બેંકોમાં જમા થયેલી રકમમાં 2014 થી 2017 વચ્ચે 80 ટકાનો ઘટાડો થયો છે. તેમણે જણાવ્યુ કે સ્વિસ બેંકોમાંથી આ અંગે લિખિત જવાબ મળ્યો છે. એટલુ જ નહિ કેન્દ્રીય મંત્રીએ મીડિયામાં ચાલી રહેલા એ સમાચારોને પણ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા જેમાં એ કહેવામાં આવ્યુ છે કે સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના ધનમાં લગભગ 50 ટકા વધારો થયો છે. પિયુષ ગોયેલે કહ્યુ કે આ સમાચારોમાં કોઈ સચ્ચાઈ નથી.

‘2017 માં કાળા નાણાંમાં 34.5 ટકાનો ઘટાડો થયો'

‘2017 માં કાળા નાણાંમાં 34.5 ટકાનો ઘટાડો થયો'

રાજ્યસભામાં નાણાંમંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઈએસ) તરફથી જારી કરાયેલા આંકડા મુજબ ભારતીય નાગરિકોની લોન અને ડિપોઝીટમાં ગયા વર્ષે 34.5 ટકા ઘટાડો થયો છે. વળી, 2014 માં એનડીએની સરકાર બન્યા બાદથી 2017 સુધીમાં સ્વિસ બેંકમાં ભારતીયો તરફથી જમા રકમમાં 80 ટકા ઘટાડો થયો છે.

ભારતીયોની જમા રકમમાં 50 ટકાનો વધારાનો દાવો પાયાવિહોણો

ભારતીયોની જમા રકમમાં 50 ટકાનો વધારાનો દાવો પાયાવિહોણો

નાણાંમંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે બીઆઈએસના આંકડા મુજબ વર્ષ 2016 ની તુલનામાં 2017 માં સ્વિસ બેંકોમાં ભારતીયોના જમા પૈસામાં 34.5 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ અંગે હાલમાં આવેલા આંકડામાં સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 50 ટકા વધારાનો દાવો પાયાવિહોણો ગણાવીને ફગીવી દીધો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોમાં સ્વિસ નેશનલ બેંક (એસએનબી) તરફથી જારી કરાયેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે સ્વિસ બેંકોમાં ભારતીયોની રકમ 50 ટકા વધી ગઈ છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો મોકો મળી ગયો.

રાજ્યસભામાં નાણાંમંત્રી પિયુષ ગોયલે રજૂ કર્યો સરકારનો પક્ષ

રાજ્યસભામાં નાણાંમંત્રી પિયુષ ગોયલે રજૂ કર્યો સરકારનો પક્ષ

આ રિપોર્ટનો હવાલો આપતા ઈન્ડિયન નેશનલ લોકદળના સાંસદ રામકુમાર કશ્યરે રાજ્યસભામાં સવાલ કર્યો કે કાર્યવાહીના દાવાઓ છતાં સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં વધારો કેવી રીતે થઈ ગયો. આનો જવાબ આપતા પિયુષ ગોયલે આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો. તેમણે સ્વિસ નેશનલ બેંકની રિપોર્ટ પર કહ્યુ કે આમાં આંકડાની યોગ્ય રીતે વ્યાખ્યા કરવામાં આવી નથી. ત્યારબાદ સ્વિસ બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (સીઆઈએસ) સાથે મળીને આંકડા તૈયાર કર્યા.

English summary
Finance Minister Piyush Goyal in Rajya Sabha says After Modi govt came to power in 2014, amount deposited in Swiss National Bank has reduced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X