For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલય

સરકાર પાસે બધાને કોવિડ-19ની વેક્સીનની ડિલીવરી સુનિશ્ચિત કરવા પૂરતા સાધનો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વેક્સીનની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના અંત સુધી દેશને એક કોરોના વેક્સીન મળી શકે છે. આ દરમિયાન વ્યય સચિવ ટીવી સોમનાથને કોવિડની વેક્સીનની ડિલીવરી વિશે મહત્વનુ નિવેદન આપ્યુ છે. સચિવે કહ્યુ કે સરકાર પાસે બધાને કોવિડ-19ની વેક્સીનની ડિલીવરી સુનિશ્ચિત કરવા પૂરતા સાધનો છે. એક વાર વેક્સીન આવી ગયા બાદ તે સરળથાથી દેશના દરેક નાગરિક સુધી પહોંચી જશે.

covid

બધા સુધી વેક્સીન પહોંચાડવા માટે પૂરતુ બજેટ

વ્યય સચિવ ટીવી સોમનાથને ગુરુવારે ઈકોનૉમિક ટાઈમ્સને કહ્યુ કે અમે આ વિશે એક અનુમાન લગાવ્યુ છે અને હું તમને આ બહુ સ્પષ્ટ રીતે જણાવી શકુ કે દેશભરમાં કોરોના વેક્સીન દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં બજેટ કોઈ અડચણ નથી. નાણા મંત્રાલયે બધા ઉપલબ્ધ સંશાધનોના હિસાબે આ ક્ષમતા વિકસિત કરી લીધી છે. જ્યારે કોરોનાની વેક્સીન આવી જશે તો તેને દેશના દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકાશે.

મફત કોરોના વેક્સીન પર કહી આ મોટી વાત

વાસ્તવમાં હાલમાં જ ઘણા એવા રિપોર્ટ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોનાની વેક્સીન આવી ગયા બાદ પણ દેશના 130 કરોડ લોકો સુધી તેને પહોંચાડવી આર્થિક અને લૉજિસ્ટીક સુવિધાા હિસાબે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. ટીવી સોમનાથને જ્યારે એમ પૂછવામાં આવ્યુ કે શું કોરોના વાયરસની વેક્સીન દેશના લોકોને મફતમાં આપવામાં આવશે. તો તેમણે એનો જવાબ આપીને કહ્યુ કે આ બાબતે નિર્ણય આરોગ્ય મંત્રાલયે લેવાનો છે.

આરોગ્ય મંત્રાલય અને નીતિ પંચ નક્કી કરશે વેક્સીનનુ વિતરણ

તેમણે એ વાતના પણ સંકેત આપ્યા કે દેશમાં ઘણા બધા લોકો એવા છે જે કોરોન વેક્સીન માટે કિંમત ચૂકવી શકે છે. સાર્વજનિક ધનનો સદૈવ વિવેક સાથે ઉપયોગ કરવો જોઈએ. કોને મફત આપવી અને કેવી રીતે - પ્રાથમિકતા નક્કી કરવાની જવાબદારી હું આરોગ્ય વિશેષજ્ઞો પર છોડી દઈશ. તેમણે કહ્યુ કે આરોગ્ય મંત્રાલય અને નીતિ પંચના સભ્ય વીકે પૉલની અધ્યક્ષતાવાળી સમિતિ વિતરણનુ વિવરણ તૈયાર કરી રહી છે.

બિહારમાં દરેક વ્યક્તિને મફતમાં મળશે કોરોના વાયરસની રસીઃ ભાજપબિહારમાં દરેક વ્યક્તિને મફતમાં મળશે કોરોના વાયરસની રસીઃ ભાજપ

English summary
Finance Minister said Government has adequate resources to ensure delivery of Covid-19 vaccines to everyone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X