For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIB કોમેડી ગ્રુપને પીએમ મોદીની મજાક ઉડાવવી પડી ભારે, FIR દાખલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટિપ્પણી કરવી કોમેડી ગ્રુપ એઆઇબીને પડી ભારે. મુંબઇ સાઇબર ક્રાઇમે દાખલ કરી FIR. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તેમના જેવા દેખાતા વ્યક્તિને ઉલ્લેખીને મજાક ઉડાવનાર કોમેડી ગ્રુપ AIB હવે મુશ્કેલીમાં મુકાયું છે. મુંબઇ પોલીસની સાઇબર સેલે AIB ગ્રુપ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. અને તેમની પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે AIBએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક વ્યક્તિનો ફોટો મૂકીને ટ્વિટ કર્યું હતું અને મોદીની મજાક ઉડાવી હતી. યુઝર્સ જ્યારે આ ટ્વિટ નાખવા બદલ AIBની વખોડ્યું તો કોમેડી ગ્રુપે તે સમયે આ પોસ્ટને ડિલિટ કરી લીધી.

AIB on modi

AIB દ્વારા ટ્વિટર પર આ પોસ્ટનો ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો દેખાતો એક વ્યક્તિ એક સ્ટેશન પર ઊભો રહીને પોતાનો મોબાઇલ ચેક કરી રહ્યો છે. જે પણ એઆઇબી કોમેડી ગ્રુપે ટિપ્પણી કરી હતી. પણ એઆઇબી આ ટ્વિટને દૂર કરે તે પહેલા તે વાયરલ થઇ ચૂકી હતી અને મુંબઇ પોલીસની નજરમાં પણ આવી પડી હતી. અને મુંબઇની સાઇબર પોલીસે આ પોસ્ટને ફારવર્ડ કરી તેની પર એફઆઇઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું કે એઆઇબી ગ્રુપ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી હોય અને તેને વિવાદનું સ્વરૂપ મળ્યું હોય આ પહેલા પણ અનેક વાર AIB ગ્રુપ તેમની અભદ્ર ટિપ્પણી કરી ચૂક્યા છે. એટલું જ નહીં આ ગ્રુપના એક કોમેડિયન તન્મય ભટ્ટે સચિન તેંડુલકર અને લતા મંગેશ્કર વિષે પણ આપત્તિ જનક શબ્દો બોલ્યા હતા. જેનો પણ આ રીતે વિવાદ થયો હતો.

English summary
Mumbai Police Cyber Cell registered an FIR against comedy group AIB after they tweeted a meme about PM Narendra Modi by using the Snapchat dog filter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X