• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નગ્ન અવસ્થામાં આસારામ લાઇટ બંધ કરી કિશોરીને ચૂમવા લાગ્યા

|

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી બાળકોના મૃતદેહો મળવા, ગેરકાયદેસર જમીન પચાવી પાડવી, અને એક સગીરાનું શારીરિક શોષણ જેવા આરોપો અને તેમના પર ચાલી રહેલા કેસોએ આસારામની છબીને નુકસાન પહોંચાડ્યું છે. સગીરાના શારીરિક શોષણનો કેસ અત્યંત નાજુક હોવાથી આસારામ બાપુ પર કાયદાકીય પ્રક્રિયા કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો. જો કે હવે આસારામ બાપુ પોલીસના સકંજામાં છે. હકીકત એ છે કે જ્યારે જ્યારે આસારામ પર આવા ગંભીર આરોપો થયા છે ત્યારે હાઇવૉલ્ટેજ ડ્રામા થયો જ છે.

હાલમાં આસારામ બાપુની ઉંઘ જે આરોપોએ બગાડી છે તે રાજસ્થાનના જોધપુર આશ્રમનો કિસ્સો છે. આ 16 વર્ષની એક કિશોરીએ એફઆઇઆર નોંધાવી છે કે જોધપુર આશ્રમમાં આસારામ બાપુએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. અહીં કિશોરીએ પોલીસને લેખિતમાં આપેલી એફઆઇઆરની વાત કરી રહ્યા છીએ. પોતાની લેખિત ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે જોધપુર આશ્રમમાં ઉપચારના બહાને આસારામે મને બોલાવી હતી. પછી રૂમની લાઇટ બંધ કરી મને પાછળના રૂમમાં બોલાવી હતી.

પીડિતાએ પોતાની આપવીતી ફરિયાદમાં વર્ણવી છે. તેણે લખ્યું છે કે હું જેવી પાછળની રૂમમાં ગઇ, તેમણે તરત જ રૂમ બંધ કરી દીધો. ત્યાર બાદ આસારામે મારી સાથે શારીરિક છેડછાડ શરૂ કરી. મેં બચાવ માટે ચીસો પાડવાની શરૂ કરી તો તેમણે મારા માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી. તેમણે હાથ દબાવીને મારું મોઢું બંધ કરી દીધું. તેઓ મને ચુંબન કરવા લાગ્યા અને વાંધાજનક રીતે મને સ્પર્શ કરવા લાગ્યા.

પીડિતાએ નોંધાવેલી એફઆઇઆરને આધારે એક અંગ્રેજી સમાચાર પત્રએ આ આરોપો પ્રકાશિત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની રહેનારી છે. આ કિશોરી મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલા આસારામ બાપુના આશ્રમમાં ચાલતા ગુરુકુળની ધોરણ 12ની વિદ્યાર્થિની છે.

આ કિશોરીનું કહેવું હતું કે તેની તબીયત ખરાબ હોવાને કારણે તેને છિંદવાડાના ગુરુકૂળની હોસ્ટેલમાંથી આસારામના જોધપુર આશ્રમમાં બોલાવવામાં આવી હતી. કિશોરીએ આપેલા નિવેદન અનુસાર 15 ઓગ્સટ, 2013ના રોજ આસારામે પોતાના એક સેવક અને સહયોગી સાથે જોધપુર આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યાં આસારામે તેને એક અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાર બાદ રૂમ બંધ કરી શારીરિક શોષણ શરૂ કર્યું હતું.

અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ અનુસાર પીડિતાએ આરોપ લગ્યાવ્યો છે કે નગ્નાવસ્થામાં આસારામે મારી સાથે જબરદસ્તી કરીને મારા કપડાં ઉતારવાના પ્રયાસો કર્યા હતા. હું રડવા લાગી હતી. ત્યારે તેમણે મારું મોઢું બંધ કરી દીધું. તેમણે મારી સાથે એક કલાક કરતા વધારે સમય સુધી આમ કર્યું હતું. જ્યારે હું રૂમની બહાર જવા લાગી ત્યારે તેમણે ફરી વાર મને ધમકી આપી હતી અને મોઢું બંધ રાખવા જણાવ્યું હતું.

પીડિતાના પિતાએ જણાવ્યું કે આ બધું એ સમયે થયું જ્યારે તેઓ તેમની પત્ની સાથે જોધપુર આશ્રમમાં આવેલી કુટિરમાં હાજર હતા. પીડિતાના માતા પિતા આસારામના ભક્ત હતા. આ કારણ તેમની પાસે દીકરીને એકલા મોકલવામાં શંકા કરવાનું કોઇ કારણ ન હતું.

શારીરિક શોષણના આરોપ

શારીરિક શોષણના આરોપ

કિશોરીના શારીરિક શોષણના આરોપોનો સામનો કરી રહેલા આસારામ બાપુમે મધ્યપ્રદેશના ઇન્દોર આશ્રમમાંથી ધરપકડ કરી રવિવાર 1 સપ્ટેમ્બર, 2013ના રોજ પૂછપરછ માટે જોધપુર લાવવામાં આવ્યા. એક દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ તેમને જોધપુર આશ્રમ પણ લઇ ગઇ.

પીડિતા ઉત્તરપ્રદેશના શાહજહાંનપુરની

પીડિતા ઉત્તરપ્રદેશના શાહજહાંનપુરની

પીડિતા ઉત્તરપ્રદેશના શાહજહાંનપુરની છે. આસારામની ધરપકડની માંગણી સાથે તેના માતા પિતા અને સંબંધીઓ શનિવારે ઉપવાસ પર બેઠા હતા. ધરપકડની માહિતી મળતા જ રવિવારે તેમણે ઉપવાસ છોડ્યા હતા.

2009માં આશ્રમમાં સાધકો પર ક્રોધ

2009માં આશ્રમમાં સાધકો પર ક્રોધ

વર્ષ 2009માં આશ્રમના સાધકો પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તેમને ગુસ્સો આવી ગયો હતો અને તેમણે જણાવ્યું હતું કે જ્યારે બાળકો પર અત્યાચાર થાય છે ત્યારે હું દુર્વાસાનું રૂપ લઇ લઉં છું. તેમણે નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી કે જોઉં છું કે તારી ગાદી ક્યાં સુધી સલામત રહી શકે છે.

1947માં અમદાવાદ આવ્યા

1947માં અમદાવાદ આવ્યા

આસારામના જન્મના થોડા સમય બાદ જ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તેમનો પરિવાર 1947માં અમદાવાદ આવી ગયા હતો.

સાબરમતી નદીના કિનારે આશ્રમ

સાબરમતી નદીના કિનારે આશ્રમ

આસારામે અમદાવાદમાં 1972માં સાબરમતી વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ઉબડ ખાબડ જમીનમાં નાની કુટિર તૈયાર કરી. જંગલ જેવા વિસ્તારમાં ધીરે ધીરે તેમણે આશ્રમને વધાર્યો અને આસપાસની જમીન પર દબાણ કર્યું હતું.

English summary
Asaram, accused of sexually assaulting a minor girl at a Jodhpur ashram, allegedly molested the victim for more than an hour and even demanded oral sex. Asaram switched off the lights of the room and called me in from the back door, the girl stated in her complaint, on the basis of which an FIR was lodged against Asaram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X