For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બટાકા-ડુંગળીનો ભાવ વધારશો તો મમતા કરશે FIR

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 1 નવેમ્બર: તહેવારની સિઝનમાં મોંઘવારી આસમાને પહોંચી છે. બટકા-ડુંગળી સહિત બધી જ શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યાં છે. એવામાં સામાન્ય માણસની સાથે-સાથે સરકાર પણ પરેશાન છે. તેમને ડર છે કે બટાકા-ડુંગળી ક્યાંક તેમની ખુરશી ના છિનવી લે.

એક તરફ દિલ્હીની મુખ્યમંત્રી પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને ડુંગળીના ભાવને કાબૂમાં કરવામાં લાગી છે તો બીજી તરફ કલકત્તામાં દીદીએ પણ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા માટે અચૂક ઉપાય શોધી કાઢ્યો છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તે શાકભાજી વેચનારો વિરૂદ્ધ કડક પોલીસ કાર્યવાહી થશે જે રાજ્યમાં ડુંગળી-બટાકા જેવી વસ્તુઓના ભાવ વધારશે.

mamata-on-bike

મમતા બેનર્જીએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવથી વધારે માંગનાર વેચાણકર્તાઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે 'કેટલાક લોકો વિચારે છે કે તે લોકો મરજી ફાવે તેમ કરી શકે છે. મેં દુર્ગા પૂજા પહેલાં જ ચેતાવણી આપી હતી પરંતુ તેમને ધ્યાન ન આપ્યું. જે આમ કરી રહ્યાં છે, હું તેમને આગ્રહ કરું છું કે આવું ન કરે. જો આમ કરવાનું ચાલુ રાખશે તો તેમના વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવશે.

મમતા બેનર્જીએ બટાકા 13 રૂપિયા પ્રતિ કિલો છૂટક વેચાણમાં અને 11 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ વેચવાના છે. પશ્વિમ બંગાળ પોલીસ, શહેર પોલીસની પાલન નિયામકની કચેરીની સાથે સરાકાર દ્વારા નિર્મિત કાર્યબળના સભ્યો શાકભાજીના ભાવ પર નજર રાખશે.

English summary
Mamata Banerjee said first information reports will be filed against those vendors who inflate prices beyond the retail value set by her government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X