For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋષિ કપૂર મુસીબતમાં, અશ્લીલ પોસ્ટ બદલ નોંધાઇ FIR

ટ્વીટર પર અશ્લીલ ફોટો પોસ્ટ કરવા બદલ ઋષિ કપૂર સામે કેસ દાખલ

By Shachi
|
Google Oneindia Gujarati News

અભિનેતા ઋષિ કપૂર પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેમના એક ટ્વીટને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. તેમણે પોસ્ટ કરેલ એક તસવીર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મુંબઇ ખાતેના બાંદ્રા ઇસ્ટના એક સાયબર પોલીસ મથક ખાતે ઋષિ કપૂર વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. તેમની પર આરોપ છે કે, તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક બાળકનો અશ્લીલ ફોટો પોસ્ટ કર્યો હતો.

rishi kapoor

પ્રાપ્ત માહિતી અનુસાર, એનજીઓ 'જય હો ફાઉન્ડેશન' દ્વારા ઋષિ કપૂર વિરુદ્ધ સાયબર પોલીસ મથકમાં એક પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, એક અભિનેતાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર 'પોર્નોગ્રાફિક મટિરિયલ' પોસ્ટ કર્યું છે, આથી તેમની વિરુદ્ધ POSCO(પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ) એક્ટ તથા આઇટી(ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી) એક્ટની ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવે. આ પત્ર બાદ પોલીસ દ્વારા ઋષિ કપૂર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

26 ઓગસ્ટના રોજ પોસ્ટ કરી હતી તસવીર

નોંધનીય છે કે, ઋષિ કપૂરે 26 ઓગસ્ટના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક નાનો બાળક, એક સગીર છોકરો અને સગીર છોકરી જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરલા બદલ સોશિયલ મીડિયા પર પણ તેમની ભારે ટીકા થઇ હતી. ત્યાર બાદ શનિવારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત સાયબર પોલીસ મથકમાં અભિનેતા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે, ઋષિ કપૂરના આ ટ્વીટને 62થી વધુ વાર રિટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેને 376 લાઇક્સ પણ મળ્યા હતા.

English summary
FIR filed against actor Rishi Kapoor for posting an indecent image on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X