'બાબા કા ઢાબા'ને વાયરલ કરનાર યુટ્યુબર સામે FIR, વૃદ્ધની ફરિયાદ પર છેતરપિંડીનો કેસ

'બાબા કા ઢાબા' વાયરલ થવાનુ કારણ આ વખતે બાબાની લાચારી નથી પરંતુ તેમના નામ પર લાખો રૂપિયાની હેરાફેરી છે.

નવી દિલ્લીઃ દિલ્લીના માલવીય નગરમાં સ્થિત 'બાબા કા ઢાબા'ને હવે કોઈ પરિચયની જરૂર નથી. એક સમય એવો હતો જ્યારે 80 વર્ષીય 'બાબા કા ઢાબા'વાળા કાંતા પ્રસાદને ગ્રાહક નથી મળી રહ્યા પરંતુ હવે સ્થિતિ એ છે કે તેમના સ્ટૉલ સામે લોકોની લાંબી લાઈન લાગતી રહે છે. અત્યારે 'બાબા કા ઢાબા' એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જો કે વાયરલ થવાનુ કારણ આ વખતે બાબાની લાચારી નથી પરંતુ તેમના નામ પર લાખો રૂપિયાની હેરાફેરી છે.

80 વર્ષીય વૃદ્ધે લગાવ્યો આ આરોપ

80 વર્ષીય વૃદ્ધે લગાવ્યો આ આરોપ

વાસ્તવમાં પોતાના વીડિયોના માધ્યમથી બાબા કા ઢાબાને ઈન્ટરનેટ પર વાયરલ કરનાર યુટ્યુબર ગૌરવ વાસન પર જ કાંતા પ્રસાદે લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 80 વર્ષીય કાંતા પ્રસાદની ફરિયાદ પર માલવીય નગર પોલિસે શુક્રવારે ગૌરવ વાસન સામે આઈપીસીની કલમ 420 હેઠળ FIR નોંધી છે. બાબા કા ઢાબા ચલાવનાર કંતા પ્રસાદનો આરોપ છે કે યુટ્યુબર ગૌરવ વાસને તેમનો સંપર્ક કર્યો અને પોતાના વ્યવસાયને પ્રમોટ કરવાના ઈરાદે તેમનો સંપર્ક કર્યો અને પોતાના વ્યવસાયને પ્રમોટ કરવાના ઈરાદે તેમની સાથે એક વીડિયો શૂટ કર્યો.

પોલિસે યુટ્યુબર સામે કરી FIR

પોલિસે યુટ્યુબર સામે કરી FIR

કાંતા પ્રસાદે પોલિસને આપેલી પોતાની ફરિયાદમાં કહ્યુ કે ગૌરવ વાસને પોતાના ઑફિશિયલ અકાઉન્ટથી વીડિયો પોસ્ટ કર્યા બાદ મદદના નાે લોકો પાસે આર્થિક મદદ માંગી. ગૌરવે જનતાને અનુરોધ કર્યો કે તે કાંતા પ્રસાદને નાણાકીય મદદ કરવા માટે પૈસા દાન કરે. વૃદ્ધ કાંતા પ્રસાદે પોતાની આ ફરિયાદ 31 ઓક્ટોબરે માલવીય નગર પોલિસ સ્ટેશનમાં કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ ગૌરવ વાસને જાણી જોઈને પોતાના અને પોતાના પરિવારની બેંક અકાઉન્ટની ડિટેલ્સ આપી.

કલમ 420 હેઠળ ચાલશે કેસ

કલમ 420 હેઠળ ચાલશે કેસ

કાંતા પ્રસાદે કહ્યુ કે બાબા કા ઢાબાના નામ પર આવનારી મદદને તેમણે પોતાના બેંક અકાઉન્ટમાં મંગાવી અને મોટી માત્રામાં પૈસા ભેગા કર્યા. પૈસા આવ્યા બાદ ગૌરવે તેમને છેતર્યા. તમને જણાવી દઈએ કે કાંતા પ્રસાદની ફરિયાદ પર પોલિસે તપાસ કરી અને કલમ 420 હેઠળ ગૌરવ વાસન સ્વાદ ઑફિશિયલ નામથી યુટ્યુબર ચલાવે છે, બાબાા કા ઢાબાનો વીડિયો તેણે પોતાની આ ચેનલ પર પોસ્ટ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X