પતિનુ ઘર છોડીને ભાગી તો પ્રેમીના દોસ્તે મદદના બહાને ઘણી વાર કર્યો રેપ
ધનબાદઃ ઝારખંડના ધનબાદ જિલ્લામાં બીસીસીએલના પૂર્વ મોટા અધિકારીની દીકરીએ કોલસા વેપારી સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. આરોપી કોલસાનો વેપારી છે જે તતુલતલ્લાનો રહેવાસી છે. ઘટના વિશે બેંક મોડ પોલિસને પીડિતાએ જણાવ્યુ કે બાદલ તેને અને તેના પ્રેમી સંકેત કૃષ્ણાનીનુ અપહરણ કરીને દિલ્લી લઈ ગયો પછી તેની સાથે ઘણી વાર જબરદસ્તી શારીરિક સંબંધ બનાવ્યો. સાથે જ દસ લાખ રૂપિયા અને લાખોના ઘરેણા પણ લઈ લીધા. પીડિતાની ફરિયાદના આધારે પોલિસે બાદલ સામે દુષ્કર્મ અને અપહરણનો કેસ નોંધ્યો છે.

પ્રેમીના દોસ્ત પર રેપનો આરોપ
પીડિતાનુ મેડિકલ પણ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે બાદલ ધનબાદનો ચર્ચિત કોલસા વેપારી છે. તે ખુદને ઝારખંડના ડીજીપીનો અંગત ગણાવે છે. બાદલ પર થોડા દિવસ પહેલા જ સીબીસીએલના પૂર્વ અધિકારીની દીકરીને કોલકત્તાથી બહેલાવી ફોસલાવીને પોતાના દોસ્ત સંકેત કૃષ્ણાની સાથે ભગાવવાનો આરોપ લાગી રહ્યો હતો. સંકેત તેમજ બાદલ દોસ્ત હતા પરંતુ હવે સંબંધોમાં તિરાડ પડી ચૂકી છે.

પતિનો સાથે છોડી પ્રેમી સાથે વીતાવવા ઈચ્છતી હતી જિંદગી
અધિકારીની દીકરી પતિનુ ઘર છોડી પ્રેમી સંકેત સાથે જિંદગી પસાર કરવા ઈચ્છતી હતી. તે કોલકત્તાથી પતિનુ ઘર છોડી લાખો રૂપિયા અને ઘરેણા લઈને સંકેત તેમજ બાદલ સાથે જતી રહી હતી. પીડિતાએ જણાવ્યુ કે તે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી. આ દરમિયાન તેની મુલાકાત સંકેત સાથે થઈ. આ દરમિયાન તેને સંકેત સાથે ભાવનાત્મક સહયોગ મળવા લાગ્યો. પછી એક દિવસ તેની સાથે લગ્નની વાત કરી.

કોલસા વેપારી બંનેને દિલ્લી લઈ ગયો
આ વર્ષે 11 જુલાઈએ સંકેત બે લાખ રૂપિયા અને ઘરેણા લઈને બાદલ સાથે કોલકત્તા આવી ગયો. બાદલના કહેવા પર સંકેતે પ્રેમિકા પાસેથી પૈસા અને ઘરેણા લાવવા માટે કહ્યુ. પછી બાદલે ઘરેણા-રૂપિયા પોતાની પાસે રાખી લીધા. ત્યારબાદ પીડિતા, તેના પ્રેમી અને બાદલ સાથે ડ્રાઈવર ગાડીમાં નીકળી ગયા. પછી બધા ડ્રાઈવરના ઘરે રોકાયા અને 14 જુલાઈએ બાદલ પોતાની ગાડી ત્યાં છોડી એ બંને સાથે જ દિલ્લી જવા માટે નીકળી ગયો.

ઘણી વાર બનાવ્યો શારીરિક સંબંધ
દિલ્લી આવ્યા બાદ બાદલે પોતાના દોસ્ત અભિષેક રાયના ફ્લેટમાં તેમને રોક્યા. આ દરમિયાન અભિષેક અને સંકેતને સામાન લાવવા માટે માર્કેટ મોકલી દીધા અને એકલી જોઈને પીડિતા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બનાવ્યો. આ દરમિયાન બાદલે ધમકી પણ આપી કે તેનુ અને સંકેતનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. સંકેતના પિતા 25 લાખ રૂપિયા આપશે ત્યારે જ બંનેને મુક્ત કરશે.

જાનથી મારવાની આપતો હતો ધમકી
તેણે એ પણ કહ્યુ કે સંકેતની પાછળ શૂટરોને લગાવી દેવામાં આવ્યા છે. પીડિતાએ કહ્યુ કે સંકેતનો જીવ જોખમમાં હતો માટે ચૂપચાપ બાદલની જબરદસ્તી સહન કરી રહી હતી. બાદલ તેને અને સંકેતને અલગ અલગ જગ્યાઓએ લઈ ગયો અને મોકો જોઈને તેની સાથે દુષ્કર્મ પણ કર્યુ.
સાઉથ સ્ટાર પૂજા હેગડેના સ્વીમ લુકે મચાવી ધમાલ, જુઓ PICS