દિગ્વિજયના રોડ શૉમાં મોદી-મોદી નારા લગાવનારા પર એફઆઈઆર
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના રોડ શૉમાં લોકોના સમૂહ ઘ્વારા મોદીના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. આ નારા લગાવ્યા પછી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્વિજય સિંહના રોડ શૉ દરમિયાન કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. ત્યારપછી નારા લગાવનારા લોકો વિરુદ્ધ ડીઆઈજી ઇરશાદ વલી ઘ્વારા એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી વાયરલ થયેલા વીડિયોને આધારે કરી છે, જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા દિગ્વિજય સિંહના રોડ શૉને જોઈને કિનારે ઉભેલા કેટલાક લોકો મોદી મોદી નારા લગાવવાનું ચાલુ કરી દે છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ઘટના પર કોઈ જ પ્રતિક્રિયા નથી આપી, તેઓ પોતાના રોડ શૉ સાથે આગળ વધી ગયા. ત્યારપછી નારા લગાવનારા લોકો વિરુદ્ધ ડીઆઈજી ઇરશાદ વલી ઘ્વારા એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો.
BJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ
આ પહેલા દિગ્વિજય સિંહના રોડ શૉ અંગે વધુ એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં કથિત રીતે એવું કહેવામાં આવ્યું હતું કે દિગ્વિજય સિંહના રોડ શૉમાં પોલીસકર્મીઓને સાદા ડ્રેસમાં ડ્યુટી પર લગાવવામાં આવ્યા હતા. અહીં તેમના ગળામાં ભગવા રંગના ગમછા પણ જોવા મળ્યા હતા. ડીઆઈજી ભોપાલે આ મામલે સફાઈ આપતા કહ્યું કે અમે અને કાર્યક્રમમાં આયોજકોએ સ્વંસેવકોને નામાંકિત કર્યા હતા, હવે સ્વંસેવકોએ શુ પહેર્યું છે તેના વિશે અમે કઈ નથી કહીં શકતા. કોઈ પણ પોલીસકર્મીએ કોઈ પણ રંગના ગમછા પહેર્યા ના હતા.
23 મે પરિણામ ગમે તે આવે, ચૂંટણીમાં આમની જીત નક્કી છે