ગોરખપુર મામલે CM યોગી અને અન્ય 2 મંત્રીઓ વિરુદ્ધ FIR

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના ગોરખપુરની બીઆરડી(બાબા રાઘવ દાસ) મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ઑક્સિજનની ખામીને કારણે થયેલ બાળકોના મૃત્યુ મામલે એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. સીએમ યોગી ઉપરાંત અન્ય બે મંત્રીઓ વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ કેસમાં મૃત્યુ પામેલ એક બાળકીના પિતાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમનું નામ છે રાજભર, બાળકીના મૃત્યુ બાદ તેઓ અંતિમ વિધિ માટે બિહાર ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે સોમવારે પોલીસ સ્ટેશન જઇ એફઆઇઆર નોંધાવી હતી.

cm yogi

આ સાથે જ તેમણે મોડિકલ કૉલેજના મુખ્ય સચિવ અનીતા ભટનાગર જૈન, સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અને શિક્ષણ મંત્રી આશુતોષ ટંડન વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધાવી છે. ગોરખપુરના ગુલ્હરિયા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઇ હતી. પોતાની ફરિયાદમાં રાજભરે આરોપ મુક્યો છે કે, તેમની બાળકી ઑક્સિજનની ખામીને કારણે બીઆરડી હોસ્પિટલમાં મૃત્યુ પામી. આ માટે તેમણે સીએમ યોગી અને અન્ય બે મંત્રીઓને જવાબદાર ગણાવતાં તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસ અધિકારીઓના કહેવા અનુસાર, તેમને આ મામલે ફરિયાદ મળી છે અને તેમણે તપાસ પણ શરૂ કરી દીધી છે. બીજી બાજુ રાજભર અને તેમની પત્ની સુનીતાએ મીડિયા સામે પોતાની આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે, એ દિવસે રાત્રે જ હોસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડરનો જથ્થો સમાપ્ત થઇ ગયો હતો, જે પછી એક પછી એક બાળકોનું મૃત્યુ થયું હતું.

English summary
Fir registered against Yogi Adityanath and two ministers in Gorakhpur tragedy. Father of a daughter filed a case after he lost her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.