COVID-19 ફેલાવવાના આરોપમાં કંપની પર FIR, 13 કર્મચારીઓને પૉઝિટિવ કર્યા હતા
નોઈડાઃ વિદેશથી આવેલ એક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે આખા શહેરને મુસિબતમાં નાખી દીધું છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ચિકિત્સા અધિકારીએ કંપની અને મેનેજિંગ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસને એફઆઈઆર નોંધવા માટે પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તેના સંપર્કમાં આવવાથી 13 લોકોમાં કોરોના થયો છે. એવામાં પોતાની યાત્રાનો ઈતિહાસ છૂપાવવા માટે એક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પર કેસ નોંધવામાં આવ્યો છે.
જાણકારી મુજબ ગૌતમબુદ્ધનગરના મુખ્ય ચિકિત્સા અધિકારી અનુરાગ ભાર્ગવની ફરિયાદ પર કંપની અને તેના મેનેજિંગ ડાયરેક્ટર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ મહામારી રોગ અધિનિયમ 1987 અંતર્ગત એફઆઈઆર નોંધવા માટે પત્ર લખ્યો છે. સીએમઓ અનુરાગ ભાર્ગવે આ પત્ર કમિશ્નર, જિલ્લાધિકારી અને રાજ્ય સર્વેલાન્સ અધિકારીને સૂચિત કરતા લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું કે સીજ ફાયર કંપનીમાં વિદેશથી વ્યક્તિઓના આવવાથી જનપદના વિવિધ સેક્ટરમાં કોરોના વાયરસનું સંક્રમણ થયું અને મહામારી ફેલાઈ ગઈ. માટે કંપની વિરુદ્ધ એફાઆઈઆર નોંધી ઉત્તર પ્રદેશ મહામારી કોવિડ-19 વિનિયમાવલી 2020 અંતર્ગત કાર્યવાહી કરવા કૃપા કરો.
જણાવી દઈએ કે શનિવારે વધુ પાંચ કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે જ ગૌતમ બુદ્ધનગરમાં કોરોના પીડિતની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. કોરોના પૉઝિટિવ દર્દી જ્યાંથી મળ્યા છે તે કોલોનીઓ અને સોસાયટીને 24 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. જિલ્લાધિકારીએ સીલ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કુલ 61 મામલા સામે આવ્યા છે.
કોરોનાનો કહેરઃ ઈટલીમાં 10,000ના મોત, યૂરોપમાં આંકડો 20 હજારને પાર