મુંબઈ: બહુમાળી બિલ્ડિંગમાં આગ, 90 લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા
મુંબઈના વર્લીમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી ગયી છે. આ બિલ્ડીંગના ત્રણ માળમાં આગ ફેલાઈ ચુકી છે.
મુંબઈના વર્લીમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી ગયી છે. આ બિલ્ડીંગના ત્રણ માળમાં આગ ફેલાઈ ચુકી છે. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ગયી છે અને તેનો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વર્લીમાં અપ્પાસાહબ મરાઠે માર્ગ પર આવેલી એક વ્યવસાયિક બિલ્ડીંગમાં આગ લાગી ચુકી છે.
અપ્પાસાહબ મરાઠે માર્ગ વર્લીમાં આવેલા પ્રભાદેવી વિસ્તારની 22 માળની બિલ્ડિંગના ઉપરના ભાગમાં આગ લાગી. આપણે જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં દીપિકા પાદુકોણનું પણ ઘર છે. મુંબઇ પોલીસે ટવિટ કરીને જણાવ્યું કે ફાયર બ્રિગેડ જગ્યા પર હાજર છે અને આગ ઓલવવા માટે કામ ચાલુ છે.
ફાયર બ્રિગેડ સાથે સાથે સ્થાનીય પોલીસ પ્રશાશન પણ જગ્યા પર પહોંચી ગયા છે. બિલ્ડિંગમાં ફસાયેલા 90 કરતા પણ વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 6 ફાયર એન્જીન, 5 જમ્બો ટેન્કર અને એમ્બ્યુલન્સ પણ જગ્યા પર આવી પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.