For Daily Alerts
પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ
નવી દિલ્હીઃ પીએમના સત્તાવાર આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પાસે સોમવારે સાંજે એસપીજીના રિશેપ્સનમાં આગ લાગી ગઈ. પહેલા અહેવાલ આવ્યા હતા કે પીએમ આવાસમાં આગ લાગી પરંતુ પીએમઓએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આગ પીએમ આવાસ પાસે આવેલ એસપીજીના રિસેપ્શનમાં યૂપીએસની બેટરીમાં લાગી હતી. પરંતુ આ વિસ્તાર પીએમના સત્તાવાર નિવાસની અંદર જ આવે છે. ઘટના સાંજે 7.25ની આસપાસ લાગી હતી.
મળેલી જાણકારી મુજબ આગ ઓલવવા માટે 17 ગાડીઓ અને 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મીડિયામાં ચાલી રહેલ અહેવાલો મુજબ આગ લાગવાની ઘટના ગંભીર નથી. પીએમ આવાસ 7 એલકેએમ માર્ગના રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર ટેન્ડર્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. હજી સુધી આગ લાગવાના કારણો જાણી શકાયાં નથી.
કોણ છે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત, જાણો આખી પ્રોફાઈલ