• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઈની 60 માળના અવિઘ્ના પાર્ક અપાર્ટમેન્ટમાં લાગી આગ, ઘટના સ્થળે પહોંચ્યુ ફાયર બ્રિગેડ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક 60 માળની ઈમારતમાં આજે બપોરે આગ લાગી ગઈ. દૂર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. મુંબઈના કરી રોડ સ્થિત બહુમાળી ઈમારત અવિઘ્ના પાર્ક અપાર્ટમેન્ટમાં બપોરે લગભગ 12 વાગે આગ લાગવાની સૂચના મળી અને ઈમારતમાંથી ધૂમાડો નીકળતો દેખાયો. ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આગ લાગવાની આ ઘટનામાં એક વ્યક્તિના ઘાયલ થયો ત્યારબાદ તેણે દમ તોડી દીધો. મુંબઈન મેયર કિશોરી પેડનેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યા છે.

મુંબઈ ફાયર બ્રિગેડ તરફથી જણાવવામાં આવ્યુ છે કે કરી રોડ સ્થિત અવિઘ્ના પાર્ક અપાર્ટમેન્ટમાં માત્ર ત્રીજા માળમાં આગ લાગી છે. બિલ્ડિંગના 19માં માળ પર આ આગ લાગી જે બીજા માળો સુધી ફેલાઈ ગઈ છે. બિલ્ડિંગના 19માં માળે લાગેલી આગથી બચવા માટે એક વ્યક્તિ બાલકનીમાં લટકેલો જોવા મળ્યો. 60 માળની આ ઈમારતમાં ઘણા લોકો ફસાયા હોવાની સંભાવના છે. આગના કારણે કરી રોડ બ્રિજ પર વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. પોલિસે વિસ્તારમાં બેરિકેડિંગ કરી દીધુ છે.

English summary
Fire broke out at Avighna park apartment Curry Road Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X