For Quick Alerts
For Daily Alerts
માલાબાર એક્સપ્રેસના લગેજ વેનમાં આગ લાગી, યાત્રીની સતર્કતાથી મોટી દૂર્ઘટના ટળી
કેરળમાં માલાબાર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ માલાબાર એક્સપ્રેસના લગેજ બારમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટના કેરળના તિરુવનંતપુરમના વરકાલા પાસે આજે સવારે ઘટીત થઈ હતી. જો કે ઘટનામાં કોઈપણ ઘાયલ થયા હોવના અહેવાલ નથી મળ્યા. રિપોર્ટ મુજબ વેનમાં રહેલી બે બાઈકમાં આગ લાગી હતી. ટ્રેનમાં એક યાત્રીએ સૌથી પહેલાં સવારે 7.47 વાગ્યે આગ લાગતી જોઈ, જે બાદ તેણે તરત જ ટ્રેનની ચેન ખેંચી દીધી અને રેલવે પ્રશાસનને આ અંગે જાણકારી આપી દીધી. જ્યારે ટ્રેનની ચેન ખેંચવામાં આવી ત્યારે ટ્રેન તિરુવનંતપુરમ પહોંચનાર હતી ત્યારે તેની પહેલાં વરકાલ પાસે ટ્રેનના લગેજ વેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને પગલે તંત્ર તરત હરકતમાં આવી ગયું હતું.
Petrol Rate: 17 જાન્યુઆરીના પેટ્રોલ અને ડીઝલના રેટ