For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇમ્બતુરમાં આગ, ચાર લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fire
કોઇમ્બતુર, 25 એપ્રિલ: એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય ચાર લોકોને ઇજા પહોંચી છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે લગભગ દસ વાગે એક ખાનગી બેંકની ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

આગ ઓલવવા માટે દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક ગાડીઓ ભૂમિ દળો અને નૌસેનાની ગાડીઓ હતી. દોઢ કલાકથી વધુ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જિલ્લા અધિકારી એમ કરૂણાનિધીએ કહ્યું હતું કે ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકોએ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી બધા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા માળેથી છલાંગ મારતાં બે મહિલાઓને ઇજા પહોંચી હતી. તો પાણીની પાઇપો પગમાં ફસાઇ જતાં બે ફાયર બ્રિગેડના કર્મીને પણ ઇજા પહોંચી છે. આ પરિસરમાં આઠ કાર્યાલય છે જેમાં 300 લોકો કામ કરે છે.

English summary
At least four women were killed and five others sustained injuries when a fire ravaged the third floor of a commercial building in Coimbatore on Thursday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X