For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ઝીકા વાયરસનો પહેલો કેસ, મહિલાનો ટેસ્ટ પોઝિટીવ

રાજસ્થાનના જયપુરનાં પહેલો ઝીકા વાયરસનો કેસ સામે આવ્યો છે. અહીં સવાઈ માનસિંહ મેડીકલ કોલેડ એન્ડ હોસ્પિટલમાં એક મહિલાને ઝીકા વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના જયપુરનાં પહેલો ઝીકા વાયરસનો કેસ સામે આવ્યો છે. અહીં સવાઈ માનસિંહ મેડીકલ કોલેડ એન્ડ હોસ્પિટલમાં એક મહિલાને ઝીકા વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. મેડીકલ કોલેજના પ્રિન્સિપલ ડૉત્ટર યુએસ અગ્રવાલે જણાવ્યુ કે મને લાગે છે કે આ રાજ્યમાં ઝીકા વાયરસનો પહેલો કેસ છે. હોસ્પિટલ પ્રશાસને આ વિશે રાજ્યના આરોગ્ય વિભાગને સૂચના આપી દીધી છે. તમને જણાવી દઈએ કે ઝીકા વાયરસ એડીસ મચ્છરો કરડવાથી થાય છે.

zika virus

લક્ષણ નથી દેખાતા

ઝીકા વાયરસની ખાસિયત એ છે કે તેના દર્દીઓમાં આના કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાતા નથી. તેમને બસ હળવો તાવ આવે છે, ખંજવાળ આવે છે. વળી, સ્નાયુઓમાં હળવા દુખાવા સાથે માથામાં દુખાવો અનુભવાય છે. તે ઘણા સપ્તાહ સુધી રહી શકે છે. ઝીકા વાયરસ ગલિયન બાર સિન્ડ્રોમ સાથે જોડાયેલ હોય છે કે જે સીધા નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને દર્દીની રોગપ્રતિકારક ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેના કારણે દર્દીને સ્નાયુઓમાં પીડા થાય છે અને ક્યારેક દર્દીને લકવો પણ થઈ જાય છે.

આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ, રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ, રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ

સાંધામાં દુખાવાની ફરિયાદ બાદ 11 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયેલ 85 વર્ષીય મહિલાની આંખો લાલ થઈ ગઈ હતી અને ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. ત્યારબાદ મહિલાના સેમ્પલને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજી પૂણેમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં મહિલાને ડેંગ્યુ અને સ્વાઈન ફ્લુનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. થોડા દિવસો બાદ મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કેરળ પર ફરીથી ખતરો, અમુક જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટઆ પણ વાંચોઃ કેરળ પર ફરીથી ખતરો, અમુક જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ

English summary
First case of Zika virus infection found in Rajasthan women test found positive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X