For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી થાક્યા વિના કેવી રીતે કરે છે 18 કલાક કામ?

મોદીએ કોહલીની ચુનોતીનુ સ્વાગત કરતા ટ્વિટર પર લખ્યુ છે કે, "ચેલેન્જ એકસેપ્ટ વિરાટ... હું જલ્દી મારી ફિટનેસ ચેલેન્જનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીશ."

|
Google Oneindia Gujarati News

આજે પીએમ નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારીને ફરીથી એકવાર લોકોને બતાવી દીધુ છે કે તે ખૂબ જ ઉર્જાવાન છે અને ફીટ રહેવા માટે તે કોઈ પણ ચુનોતીનો સ્વીકાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે મોદીએ કોહલીની ચુનોતીનુ સ્વાગત કરતા ટ્વિટર પર લખ્યુ છે કે, "ચેલેન્જ એકસેપ્ટ વિરાટ... હું જલ્દી મારી ફિટનેસ ચેલેન્જનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીશ."

પીએમ મોદીની ફિટનેસનું રાઝ

પીએમ મોદીની ફિટનેસનું રાઝ

ફરીથી એકવાર પીએમ મોદીની ફિટનેસની વાતો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. પીએમ વિશે કહેવામાં આવે છે કે તે સતત 18 કલાક કામ કરે છે અને આ કારણે જ તેમની સાથે કામ કરતા લોકો ઘણા ચિતિંત રહે છે કારણકે પીએમના કારણે તેમને પણ મોડે સુધી કામ કરવુ પડે છે.

પીએમ મોદીની સંયમિત અને અનુશાસનવાળી જીવનશૈલી

પીએમ મોદીની સંયમિત અને અનુશાસનવાળી જીવનશૈલી

મોદીની આ ઉર્જાની પાછળ કારણ છે પીએમ મોદીની સંયમિત અને અનુશાસનવાળી જીવનશૈલી. જેના કારણે ઉંમરની આ અવસ્થામાં પણ તે ફિટ છે અને તેના કારણે જ હિટ પણ છે. પીએમની ફિટનેસ વિશે તેમના યોગ ગુરુ એચ આર નાગેન્દ્રએ ખુલીને વાત કરી હતી. તેમણે ગયા વર્ષે મોદી વિશે ઘણી વાતો એક ઈવેન્ટમાં સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

મોદી તો કર્મયોગી છે

મોદી તો કર્મયોગી છે

પીએમના યોગ ગુરુ એચ આર નાગેન્દ્રએ કહ્યુ કે પીએમ મોદીની લાઈફ ઘણા નિયમોથી ચાલે છે જેના કારણે તે સ્વસ્થ રહે છે. મોદી કર્મ યોગી છે જેના કારણે તે થાક્યા વિના પોતાના કામ ખૂબ સરમ રીતે કરી શકે છે. યોગુ ગુરુએ કહ્યુ હતુ કે તેમણે 1990 ના દશકમાં મોદીને યોગ શીખવાડ્યા હતા અને ત્યારબાદ તે સતત યોગ કરી રહ્યા છે. સમય બદલાઈ ગયો પણ મોદીનો નિયમ નથી બદલાયો.

સવારે યોગ જરૂર કરે છે

સવારે યોગ જરૂર કરે છે

યોગ ગુરુએ કહ્યુ હતુ કે પીએમ મોદી શરદી હોય કે ગરમી કે પછી વરસાદ હોય સવારે યોગ જરૂર કરે છે. જેના કારણે તે તણાવમુક્ત રહે છે અને પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

English summary
fitness mantra why pm narendra modi not get tired work with full capacity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X