આંદોલનથી આંદોલન સુધી... જાણો, ટીમ કેજરીવાલે કરેલી પાંચ ભૂલો!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગી મંત્રી ચાર પોલીસ અધિકારીઓના સસ્પેન્સનની માંગને લઇને રેલવે ભવન ખાતે ધરણા કરી રહ્યા છે. સરકામાં રહેવા છતાં કેજરીવાલ અને તેમની ટીમ દિલ્હીની દોડ કરોડ જનતાને કરેલા વાયદા અને યોજનાઓ પૂરી નથી કરી રહ્યા પરંતુ તેમના માટે ચાર પોલીસ અધિકારીઓનું સસ્પેન્સન વધારે મહત્વનું છે.

દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનથી આમ આદમીની આશાઓ પર પાણી ફરતું દેખાઇ રહ્યું છે. એ ધ્યાન આપવા બાબત છે કે લગભગ બે દાયકા પહેલા વીપી સિંહે પણ દેશને કોંગ્રેસ ઉપરાંત એક નવું નેતૃત્વ આપવાની વાત કરી હતી, પરંતુ તક મળવા છતાં પણ તેઓ પ્રસાશક તરીકે નિષ્ફળ રહ્યા.

 

ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે જો બે દાયકા પહેલા બન્યુ તે ઇતિહાસ ફરી વાગોળવામાં આવી રહ્યો છે. એક સમય પરિવર્તનની નવી આશા જગાવનાર કેજરીવાલ હવે સૌને ખલનાયક લાગવા લાગ્યા છે. વિશ્લેષમ કરવામાં આવી રહ્યું છે કે કેજરીવાલે ફ્રી પાણી અને વીજળીના ભાવમાં ઘટાડો કરવાના વચનો માત્ર જનતાને લોભવા માટે કર્યા, અને તેને પૂરા કરીને રાજનૈતિક લાભ લેવાનો પ્રયત્ન કર્યો, તેમણે જનતાને સ્થાઇ અને સારૂ નેતૃત્વ આપવાનું નથી વિચાર્યું. જેનાથી ભાજપા અને કોંગ્રેસ માટે એક વિકલ્પના રૂપમાં દેખાઇ રહેલી આમ આદમી પાર્ટી હવે ધરાસાઇ થતી દેખાઇ રહી છે.

વીપી સિંહની નિષ્ફળતાઓ સામે આવવામાં એક વર્ષનો સમય લાગી ગયો હતો પરંતુ કેજરીવાલે તો એક મુખ્યમંત્રીના રૂપમાં એક મહીનો પણ પૂરો કર્યો નથી. અને આ આંદોલનથી એવું સાબિત થઇ રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ એક શાસક તરીકે પણ નિષ્ફળ નિવડ્યા છે. જેના બાદ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને જે સમર્થન મળતું દેખાઇ રહ્યું હતું તે હવે ઓછું થઇ શકે છે.

ટીમ કેજરીવાલે કરી આ પાંચ ભૂલો..

કોંગ્રેસનું સમર્થન
  

કોંગ્રેસનું સમર્થન

આમ આદમી પાર્ટીએ સરકાર બનાવવા માટે કોંગ્રેસનું સમર્થન લીધું, સમર્થન આપીને કોંગ્રેસે પોતાની વિરુધ્ધ થનારી કૌભાંડોની તપાસ તો રોકી લીધી પરંતુ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓના કારણે આપને સવાલોના કઠેરામાં ઊભી કરી દીધી છે. કોંગ્રેસે આપને સમર્થન આપીને પોતાની ભ્રષ્ટ છબીને સુધારવાની પણ કોશીશ કરી છે. કેજરીવાલ હવે આંદોલન કરી રહ્યા છે તો તેનું ઠીકરું માત્ર કેજરીવાલ પર જ ફોડવામાં આવશે.

પોતાને સત્ય ગણાવવા
  

પોતાને સત્ય ગણાવવા

કેજરીવાલે ચૂંટણી પરિણામ આવવા સુધી કોંગ્રેસ અને ભાજપને ખૂબ જ ભ્રષ્ટ ગણાવ્યા અને માત્ર પોતાને જ સાચા અને યોગ્ય ગણાવ્યા. જનતાની નજરમાં પોતાને પાક સાબિત કરવા માટે પોતાને અનુભવહિનતાનો હવાલો આપ્યો. ટીમના યુવા સભ્યને કોઇપણ પ્રશાસનીક અનુભવ ન્હોતો.

પોતાની ટીમને ટ્રેઇનિંગ આપી નહીં
  
 

પોતાની ટીમને ટ્રેઇનિંગ આપી નહીં

અરવિંદ કેજરીવાલે પોતાની ટીમના યુવા સભ્યોને સત્તાની કમાન સંભાળવા અને દિલ્હીની જનતાની સમસ્યા દૂર કરવા માટે તૈયાર થવાનો સમય જ આપ્યો નથી. એક એવા રાજ્યમાં જ્યા દોડ કરોડ લોકો રહે છે તેમની પાસે અગણિત સમસ્યાઓ છે. આવામાં અનુભવહિન લોકોને કાર્યભાર સોંપવું કેજરીવાલ માટે ભારે થઇ પડ્યું.

કાયદાનું પાલન કર્યું નહીં
  

કાયદાનું પાલન કર્યું નહીં

કેજરીવાલે કોઇપણ કાયદાની પરવાહ નથી કરી. તેમણે ગઇકાલે આંદોલન કરતી વખતે એ નિવેદન આપ્યું કે અરાજકતા જ લોકતંત્ર છે. જેનાથી આવનારા સમયમાં જનતા તેમની વિરુધ્ધ જઇ શકે છે. દેશ અથવા રાજ્યની જનતા તેમની પાસેથી સારા નેતૃત્વની આશા સેવી રહી છે.

શોર્ટ કટ લેવાનો પ્રયત્ન
  

શોર્ટ કટ લેવાનો પ્રયત્ન

કેજરીવાલે ભ્રષ્ટ સિસ્ટમને સુધારવાની જગ્યાએ મીડિયા પાસે સ્ટિંગ ઓપરેશન કરવા જણાવ્યું. ભ્રષ્ટાચારને રોકવા માટે તેમણે કોઇ મોટી યોજના બનાવી નથી તેમણે નંબર ચોક્કસ જારી કર્યો પરંતુ તેનાથી કોઇ ફર્ક નથી જણાતો. જનલોકપાલ લાવવાનો દાવો પહેલા જ ખોટો સાબિત થઇ ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવવા સુધી કેજરીવાલે 15 દિવસોમાં જનલોકભાલ લાવવાનું વચન આપ્યું હતું.

English summary
Arvind Kejriwal is protesting in Delhi against central government, but public feel that Kejriwal and his team get failed to provide a stable government. See here five mistakes made by Aam Admi Party.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.