બાલાકોટ એરસ્ટ્રાઈકના પાંચ પાયલોટને વાયુસેના મેડલ મળ્યું
નવી દિલ્હીઃ ભારત સરકાર તરફથી ઈન્ડિયન એરફોર્સના એ પાયલોટને વાયુસેના મેડલ આપવાનું એલાન કરવામાં આવ્યું છે જેમણે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ઠેકાણે બોમ્બ પાડ્યા હતા. આ પાયલટ્સ સિવાય વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને સરકાર તરફથી વીર ચક્ર આપવાની ઘોષણા કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જે એરસ્ટ્રાઈક કરી હતી, તેમાં આતંકીઓના કેમ્પ્સ તબાહ કરવામાં ખાલી 90 સેકન્ડનો સમય લાગ્યો હતો. એટલે કે માત્ર દોઢ મિનિટમાં જ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનું કામ તમામ થઈ ગયું હતું. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલાના જવાબમાં આઈએએફે એરસ્ટ્રાઈક કરી હતી. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

શું છે વાયુસેના મેડલ
આઈએએફના વિંગ કમાંડર અમિત રંજન, સ્ક્વૉડ્રન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજદે, બીકેએન રેડ્ડી અને શશાંક રેડ્ડીને વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ તમામ ઑફિસર્સે પાકિસ્તાનના બાલાકોટમાં મિરાજ-2000 ફાઈટર જેટથી બોમ્બ વરસાવ્યા હતા. વાયુસેના મેડલ, ઈન્ડિયન મિલેટ્રી તરફથી આપવાામં આવતો તે સર્વોચ્ચ સન્માન છે જે શાંતિકાળ દરમિયાન ત્યારે આપવામા આવે છે જ્યારે કોઈ સંકટના સમયે કોઈ ઓપરેશનને સારી રીતે અંજામ આપવામાં આવે છે. જો કે આને યુદ્ધની સ્થિતિમાં કેટલીયવાર અદમ્ય સાહસનો પરિચર કરાવવા પર પણ આપવામાં આવે છે. પરંતુ વીર ચક્રની સરખામણીમાં વાયુસેના મેડલની સંખ્યા ઓછી છે.

માત્ર 90 સેકન્ડમાં ઓપરેશન પૂરું થયું
આઈએએફના 12 મિરાજ 2000 ફાઈટર જેટ્સ 48 વર્ષોમાં પહેલીવાર પાકિસ્તાનના એરસ્પેસમાં દાખલ થયાં હતાં. થોડા દિવસો પહેલા એક પાયલટે જણાવ્યું કે માત્ર 90 સેકન્ડ્સમ લાગ્યા, અમે બોમ્બ ડ્રોપ કર્યા અને પરત આવી ગયા. પાયલટે આગળ કહ્યું કે કોઈને પણ આ સ્ટ્રાઈકની જાણકારી નહોતી, ખુદ અમારા પરિજનોને પણ ખબર નહોતી. આગામી દિવસે જ્યારે સવારે સમાચાર આવવા શરૂ થયા તો મારી પત્નીએ મને પૂછ્યું કે શું હું પણ આ એરસ્ટ્રાઈકનો ભાગ હતો. હું ચુપ રહ્યો અને ઉંઘવા ચાલ્યો ગયો. બાલાકોટ ઓપરેશન વિશે કોઈને પણ ખબર ન પડે એટલા માટે સીનિયર આઈએએફ ઓફિશિયલ્સે પણ પોતાનો ડેલી રૂટીન બિલકુલ પણ નહોતો બદલ્યો.

બે દિવસ પહેલા ઈશારો મળ્યો
બીજા એક પાયલોટે આ ઓપરેશન વિશે વધુમાં જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આઈએએફે એલઓસી પર ભારે સંખ્યામાં કોમ્બેટ એર પેટ્રોલ્સ એટલે કે કૈપને અંજામ આપ્યો. જેને કારણે પાકિસ્તાનના કોઈપણ હવાઈ હુમલાને નાકામ કરવામાં ભારત સફળ રહ્યું. આ પાયલોટ્સ મુજબ બાલાકોટ એર સ્ટ્ર્રાઈક વિશે હુમલાથી બે દિવસ પહેલા સંકેત આપવામાં આવ્યા હતા. પાયલોટ્સને માલૂમ હતું કે કંઈક થવાનું છે પરંતુ કોઈને પણ ખબર નહોતી કે આખરે શું થશે. પાયલોટ્સની સૉર્ટેજની કેટલાય ગણી વધી ગઈ હતી અને કેટલીક વાર તો એક-એક પાયલોટે કેટલીયવાર ફ્લાઈંગ કરવું પડી રહ્યું હતું.

25 ફેબ્રુઆરીએ મિરાજ બોમ્બથી સજ્જ થયાં
25 ફેબ્રુઆરીની સાંજે મિરાજ 2000ને સ્પાઈસ બોમ્બથી સજ્જ કરવામાં આવ્યું. પાયલોટે રાત્રે બે વાગ્યે હુમલા માટે ટેક ઑફ કર્યું હતું. પાયલોટ્સ મુજબ તેમણે જાણી જોઈને હુમલા માટે લાંબો રસ્તો પસંદ કર્યો અને દેશના પૂર્વી ભાગમાંથી થતાં કાશ્મીર પહોંચ્યા. મિરાજ 2000 જેટ્સ જેવાં કાશ્મીરમાં દાખલ થયાં કે પાયલટ્સ રેડિયો સાઈલેન્સમાં ચાલ્યા ગયા એટલે કે કોઈપણ પ્રકારની ફ્રિક્વેન્સી કે કોઈપણ પ્રકારનો ઘોંઘાટ નહોતો. આઈએએપના આ હિંમતવાન પાયલટ્સે કહ્યું કે મિશન સફળ હતું અને હથિયારોનો ટાર્ગેટ બિલકુલ નહોતો ચૂક્યો.
પાકિસ્તાને ફરીથી UNને પત્ર લખી કાશ્મીર પર ઈમરજન્સી મીટિંગ બોલાવવાની કરી માંગ