• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભડકાઉ ભાષણ આપનાર શરજીલ ઈમામ વિરુદ્ધ આસામ અને યૂપી બાદ અન્ય 3 રાજ્યોમાં દેશદ્રોહનો કેસ દાખલ

|

નવી દિલ્હીઃ આસામને ભારતથી અલગ કરવાની કથિત રૂપે વકાલત કરનાર જેએનયૂ વિદ્યાર્થી શરજીલ ઈમામ વિરુદ્ધ પાંચ રાજ્યોમાં દેશદ્રોહનો મામલો નોંધાયો છે. પહેલા આસામ અને ઉત્તર પ્રદેશમાં મામલો નોંધાયો હતો, જે બાદ દિલ્હી, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ તેમની વિરુદ્ધ મામલો નોંધાયો છે. ઈમામને પકડવા માટે દિલ્હી અને યૂપીની પોલીસે તેની તલાશ શરૂ કરી દીધી છે. જ્યારે અલીગઢના એસએસપી આકાશ કુલહરીનું કહેવું છે કે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં બે ટીમ ઈમામની તલાશ કરી રહી છે. તેને જલદી જ પકડી લેવામાં આવશે.

સાથે જ દિલ્હી પોલીસે ઈમામને પકડવા માટે એક ટીમ બિહાર પણ મોકલી છે. જહાનાબાદના એસપી મનીષનું કહેવું છે કે પોલીસ દિલ્હીથી આવેલી ટીની સહાયતા કરી રહી છે. રવિવારે ઈમામના ગામ કાકોમાં પણ તેની તલાશ કરવામાં આવી. સૂત્રોનું કહેવું છે કે ઈમામના ત્રણ સંબંધીને ચાર કલાક સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા. દિલ્હી પોલીસના ડીસીપી રાજેશ દેવે કહ્યું, 'બિહારના સ્થાયી નિવાસી અને જેએનયૂ વિદ્યાર્થી શરજીલ ઈમામ સીએએ અને એનઆરસીના વિરોધમાં બહુ ભડકાઉ ભાષણ આપતા રહ્યા છે. તેમણે 13 ડિસેમ્બરે જામિયામાં આવા પ્રકારનું એક ભાષણ આપ્યું હતું અને પછી સરકાર વિરુદ્ધ એક બાદ એક ભડકાઉ ભાષણ આપ્યાં, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.'

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાડૂએ ટ્વીટ કરતા કહ્યું, 'આ પ્રકારના ભડકાઉ નિવેદન જેમાં ભારતના બાકી ભાગોથી આસામ અને અન્ય પૂર્વોત્તરના રાજ્યોને અલગ કરવાની વાત કહેવામાં આવી છે, તેનાથી સાંપ્રદાયિક વિદ્વેષ પેદા કરવો, ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતામાં અડચણ પેદા થાય તે સહન કરવામાં નહિ આવે.' અહીં પોલીસે શરજીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ અને ધર્મ, જાતિ, ભાષા તથા જન્મના આધારે દ્વેષ ફેલાવવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 124(એ) અને 153(એ) અંતર્ગત મામલો નોંધ્યો છે.

જ્યારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ટ્વીટ કરીને કહ્યું, 'વાંધાજનક વીડિયો પર માહિતી મેળવી જેમાં ઈમામે દેશના બાકી ભાગોથી ઉત્તર-પૂર્વને અલગ કરવાની ધમકી આપી છે, મણિપુર પોલીસે તેની વિરુદ્ધ આઈપીસીની કેટલીય કલમો અંતર્ગત રાજદ્રોહનો આરોપ લગાવતા મામલો નોંધ્યો છે.' અગાઉ શનિવારે આસામ અને રવિવારે દિલ્હીમાં પણ શરજીલ ઈમામ વિરુદ્ધ કેસ નોંધાઈ ચૂક્યો છે.

વાયરલ વીડિયો ક્લિપમાં શજીલ ઈમામનું આખું ભાષણ નથી. ભાષણનો માત્ર એક ભાગ જ છે. ભાષણમાં શરજીલ ઈમામ કહી રહ્યા છે- સમય એ છે કે આપણે બિન મુસ્લિમને કહીએ કે જો અમારી સાથે આવવા માંગો છો તો અમારી શરતો પર આવો, પરંતુ તેઓ આપણી શરતો પર નથી આવી શકતા તો આપણે તેમને આપણા હમદર્દ નહિ માનીએ. બીજી ચીજ એ છે કે બિહારમાં કન્હૈયાની રેલીમાં પાંચ લાખ લોકો એકઠા થાય છે. જો આવી રીતે પાંચ લાખ લોકો આપણી પાસે ઓર્ગેનાઈઝ્ડ હોય તો આપણે હિન્દુસ્તાન અને નોર્થઈસ્ટને પર્મનેન્ટલી કટ કરીશકીએ છીએ. પર્મનન્ટલી નહિ તો એક બે મહિના માટે તો કટ કરી જ શકીએ. આસામને કાપનું આપણી જવાબદારી છે. આસામ અને ઈન્ડિયા અલગ થઈ જશે ત્યારે જ આ આપણી વાત સાંભળશે. આસામમાં સીએએ લાગૂ થઈ ચૂક્યું છે. જો આપણે આસામની મદદ કરવી છે તો ફોજ માટે ત્યાં જવાનો રસ્તો બંધ કરવો પડશે અને બંધ કરી શકે છે કેમ કે ચિકન નેક મુસ્લિમ બહુમતિવાળો વિસ્તાર છે.

હેલિકોપ્ટર ક્રેશમાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટ સહિત 9ના નિધન

English summary
five states charge jnu student sharjeel imam with sedition over his anti caa speech in aligarh muslim university.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more