સ્પામાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, પોલીસને 5 થાઈ છોકરીઓ મળી
મહારાષ્ટ્રના પૂનામાં વિમાનનગર વિસ્તારમાં લી વિક્ટોરિયા નામના થાઈ સ્પા એન્ડ સલૂનમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. વિમાનનગર પોલીસ સ્ટેશને મોડી રાત્રે કાર્યવાહી કરતા પાંચ થાઈલેન્ડની યુવતીઓને આ જંજાળથી છોડાવી છે. આ મામલો વિમાનનગર પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો છે. તેની સાથે સાથે આ મામલે મહિલા સહીત બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
વિમાનનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિલીપ શિંદે ઘ્વારા જાણકારી આપવામાં આવી કે પોલીસને તેમના ખબરી ઘ્વારા આ બાબતે માહિતી મળી હતી કે સ્પા સેન્ટરમાં વેશ્યા વ્યવસાય ચાલી રહ્યો છે. પોલીસે આ ખબરની પુષ્ટિ કરીને થાઈ સ્પા સેન્ટરમાં મોડી રાત્રે છાપો મારીને કાર્યવાહી કરતા બે લોકોની ધરપકડ કરી છે. જેમાં બંટી કુમાર કાંતિલાલ પટેલ (27) અને એક મહિલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
ત્રણ ફ્લેટમાં 30 છોકરીઓ બંધક હતી, જણાવી કાળી હકીકત
રેસ્ક્યુ કરવામાં આવેલી બધી જ યુવતીઓ ભારતમાં ટયુરિસ્ટ વિઝા પર આવી હતી. વધારે પૈસાની લાલચ આપીને આ યુવતીઓ પાસે જબરજસ્તી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે. આ યુવતીઓને રેસ્ક્યુ હોમમાં મોકલી દેવામાં આવી છે.