• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Flashback 2020: પ્રણવ મુખર્જીથી અહેમદ પટેલ સુધી, કોરોનાના કારણે દુનિયા છોડી ગયા આ નેતાઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Top Leader Died by Covid-19: વર્ષ 2020 વીતવામાં હવે બસ થોડાક જ દિવસો બચ્યા છે. આ વર્ષની સૌથી મોટી ઘટના જેણે આખી દુનિયાને હચમચાવી દીધી તે કોરોના મહામારી હતી. આમ તો કોરોના વાયરસ 2019માં જ ઓળખી લેવામાં આવ્યો હતો પરંતુ આની અસર આખી દુનિયાએ 2020માં જોઈ અને આજ સુધી જોઈ રહ્યા છે. કોરોના મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં ભારત પણ શામેલ છે. કોરોનાના કારણે મહિનાઓ લાંબા લૉકડાઉનમાં જ્યાં અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ ત્યાં આ મહામારીએ અત્યાર સુધી એક લાખથી વધુ જિંદગીઓ લઈ લીધી છે. આજે આપણે એ નેતાઓની વાત કરીશુ જે કોરોનાના કારણે આ દુનિયાને અલવિદા કહી ગયા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

જે નેતાઓને કોરોના થયો અને તે દુનિયા છોડી ગયા તેમાં સૌથી મોટુ નામ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનુ છે. 84 વર્ષીય પ્રણવ મુખર્જીને બ્રેઈન સર્જરી માટે દિલ્લી સ્થિત સેનાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સર્જરી બાદ તેમને કોરોના પૉઝિટિવ થવાની માહિતી સામે આવી. સતત ડૉક્ટર પૂર્વ રાષ્ટ્રપતિની તબિયતનુ નિરીક્ષણ કરતા રહ્યા પરંતુ તેમની સ્થિતિ બગડતી ગઈ અને તેમણે 31 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા. પ્રણવ મુખર્જીનુ નામ ભારતના દિગ્ગજ નેતાઓમાં શામેલ હતુ. તે મનમોહન સિંહ સરકારમાં નાણામંત્રી હતા.

કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડી

કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડી

કોરોના વાયરસે કેન્દ્રની વર્તમાન સરકારમાં શામેલ એક મંત્રીને પણ આપણાથી છીનવી લીધા. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનુ પણ કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયુ હતુ. કર્ણાટકના બેલગાવના સાંસદ અંગડીએ ખુદ ટ્વિટ કરીને પોતાના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. 65 વર્ષીય અંગડી 11 ઓગસ્ટે કોરોના પૉઝિટિવ જોવા મળ્યા હતા ત્યારબાદ તેમને દિલ્લીની એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની તબિયત બગડતી ગઈ અને છેવટે 23 ઓગસ્ટે તેમનુ નિધન થઈ ગયુ.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ

કોરોનાનો શિકાર થનાર નેતાઓમાં કોંગ્રેસના અહેમદ પટેલ પણ હતા. 71 વર્ષીય અહેમદ પટેલનુ 25 નવેમ્બરે સવારે 3 વાગ્યા આસપાસ નિધન થઈ ગયુ. પટેલ લગભગ એક મહિના પહેલા કોરોના પૉઝિટીવ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સ્થિતિ બગડતા તેમને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા. લાંબા સમય સુધી તે આઈસીયુમાં રહ્યા પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો નહિ. તેમની ઈચ્છા અનુસાર ગુજરાત સ્થિત તેમના પૈતૃક ગામમાં માતા-પિતાની કબર પાસે તેમના દફનાવવામાં આવ્યા. અહેમદ પટેલ કોંગ્રેસમાં સોનિયા ગાંધીની સૌથી નજીક ગણાતા હતા.

અસમના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ

અસમના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ

નવેમ્બરમાં જ વધુ એક નેતાનુ કોરોનાથી નિધન થઈ ગયુ. અસમના ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તરુણ ગોગોઈનુ 23 નવેમ્બરે નિધન થઈ ગયુ. તરુણ ગોગોઈને ઓક્ટોબરમાં કોરોના થયો હતો જેમાંથી તે રિકવર થઈ ગયા હતા. પરંતુ જેવુ ઘણા કોરોના કેસમાં થાય છે, કોરોના તો જતો રહે છે પરંતુ તેના કારણે શરીર એટલુ નબળુ પડી જાય છે કે ઘણી બધી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. તેવુ જ 86 વર્ષીય તરુણ ગોગોઈ સાથે પણ થયુ. તેમના અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ ત્યારબાદ તેમને ગુવાહાટી મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ(જીએમસીએચ)માં વેંટિલેટર પર રાખવામાં આવ્યા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

પૂર્વ ક્રિકેટર અને નેતા ચૈતન ચૌહાણ

પૂર્વ ક્રિકેટર અને નેતા ચૈતન ચૌહાણ

ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનુ પણ કોરોનાના કારણે 16 ઓગસ્ટે નિધન થઈ ગયુ હતુ. ચૌહાણને જુલાઈમાં કોરોના પૉઝિટિવ થયો હતો. પહેલા તેમને લખનઉ સ્થિત સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિત બગડતા ગુરુગ્રામની મેદાંતામાં લઈ જવામાં આવ્યા. ધીમે ધીમે તેમના અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ અને છેવટે 1 મહિના બાદ 16 ઓગસ્ટે તેમને હ્રદયરોગનો હુમલો થયો જેમાં તે બચી ન શક્યો. ચૌહાણ યુપી સરકારમાં હોમગાર્ડ મંત્રી હતા.

આંધ્ર પ્રદેશના સાંસદ બલ્લી દૂર્ગા પ્રસાદ

આંધ્ર પ્રદેશના સાંસદ બલ્લી દૂર્ગા પ્રસાદ

આંધ્ર પ્રદેશના તિરુપતિથી સાંસદ બલ્લી દૂર્ગાપ્રસાદનુ પણ 16 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19ના કારણે નિધન થઈ ગયુ હતુ. તે 64 વર્ષના હતા. કોરોના પૉઝિટીવ મળ્યા બાદ પ્રસાદને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થઈ ગયુ હતુ. પ્રસાદ આંધ્ર પ્રદેશના નેલ્લુરમાં ગુડુર સીટથી ધારાસભ્ય પણ હતા. તે ચાર વાર ધારાસભ્ય રહેવા સાથે જ રાજ્યના મંત્રીમંડળમાં પણ રહ્યા. 2019માં તે વાયએસઆર કોંગ્રેસની ટિકિટ પર તિરુપતિના સાંસદ બન્યા હતા.

રાજ્યસભા સાંસદ અશોક ગસ્તી

રાજ્યસભા સાંસદ અશોક ગસ્તી

રાજ્યસભા માટે ચૂંટાયેલા અશોક ગસ્તીનુ 18 સપ્ટેમ્બરના રોજ કોરોનાના કારણે નિધન થઈ ગયુ. ગસ્તીના નિધનના થોડા દિવસ પહેલા જ કર્ણાટકથી રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા હતા. તે એક દિવસ પણ સંસદ પહોંચી શક્યા નહોતા. 55 વર્ષીય ગસ્તીને કોરોના પૉઝિટીવ મળ્યા બાદ 2 સપ્ટેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. કોવિડ-19ના કારણે તેમની સ્થિતિ બગડતી ગઈ. તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો અને ધીમે ધીમે તેમના અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ જેના કારણે તેમને વેંટિલેટર પર રાખવા પડ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

કોંગ્રેસ સાંસદ એચ વસંતકુમાર

કોંગ્રેસ સાંસદ એચ વસંતકુમાર

કોંગ્રેસ નેતા અને તમિલનાડુના કન્યાકુમારીથી સાંસદ એચ વસંતકુમારનુ પણ કોરોનાના કારણે નિધન થઈ ગયુ હતુ. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યા હતા. તેમને શરૂઆતમાં કોવિડ ન્યૂમોનિયા થયો પછી ધીમે ધીમે તેમના અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ. કોવિડથી થતી મુશ્કેલીઓના કારણે તેમની સ્થિતિ બગડતી ગઈ અને 28 ઓગસ્ટે તેમનુ નિધન થઈ ગયુ.

યુપીના મંત્રી કમલા રાની વરુણ

યુપીના મંત્રી કમલા રાની વરુણ

યુપી સરકારમાં ચેતન ચૌહાણ ઉપરાંત વધુ એક કમલા રાની વરુણનુ પણ કોરોનાના કારણે નિધન થઈ ગયુ હતુ. કાનપુરના ઘાટમપુરથી ધારાસભ્ય કમલા રાની યુપી સરકારમાં એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી હતા. 18 જુલાઈએ કોરોના પૉઝિટિવ થયા બાદ તેમને લખનઉની સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીઝની સમસ્યા હતા જેના કારણે તેમને બીજી જટિલતાઓ પણ શરૂ થઈ ગઈ હતી. તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. 2 ઓગસ્ટે કમલા રાનીએ અંતિમ શ્વાસ લીધા.

રઘુવંશ પ્રસાદ સિંહ

રઘુવંશ પ્રસાદ સિંહ

રાષ્ટ્રીય જનતા દળના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી રહેલા રઘુવંશ પ્રસાદ સિંહનુ પણ 13 સપ્ટેમ્બરે નિધન થઈ ગયુ. તે જૂનમાં કોરોનાથી સંક્રમિત થયા હતા પરંતુ એ દરમિયાન તે રિકવર થઈ ગયા હતા. બાદમાં સપ્ટેમ્બરમાં તેમને ઘણી બધી મુશ્કેલીઓ થતા દિલ્લીની એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની તબિયત બગડતી ગઈ. શ્વાસ લેવામાં મુશ્કેલી આવતા તેમને વેંટિલેટર પર રાખવા પડ્યા પરંતુ તેમનુ નિધન થઈ ગયુ. હોસ્પિટલના બેડથી જ લાલુ પ્રસાદ યાદવને ચિઠ્ઠી લખીને પાર્ટીમાંથી રાજીનામુ આપવાના કારણે તેમની ઘણી ચર્ચા થઈ હતી.

એમપીથી ધારાસભ્ય ગોવર્ધન દાંગી

એમપીથી ધારાસભ્ય ગોવર્ધન દાંગી

મધ્ય પ્રદેશના બ્યાવરાથી કોંગ્રેસ ધારાસભ્ય ગોવર્ધન દાંગીનુ 15 સપ્ટેમ્બરના રોજ કોરોનાના કારણે નિધન થઈ ગયુ. દાંગીને કોરોના પૉઝિટિવ થયા બાદ ભોપાલમાં ભરતી કરાવ્યા હતા પરંતુ સ્થિતિ બગડવા પર તેમને દિલ્લીની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. અહીં પણ તેમની સ્થિતિ ઠીક ન થતા તેમનુ નિધન થઈ ગયુ.

ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરી

ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરી

ભાજપના નેતા અને રાજસ્થાનના રાજસમંદ ક્ષેત્રના ધારાસભ્ય કિરણ માહેશ્વરીનુ કોરોનાના કારણે નિધન થયુ હતુ. તે રાજસમંદથી ત્રીજી વાર વિધાનસભા સભ્ય બન્યા હતા. આ સાથે જ વસુંધરા રાજે સરકારમાં તે મંત્રી પણ હતા. રાજસ્થાનમાં થયેલ નગર નિગમની ચૂંટણી દરમિયાન તે સંક્રમિત થયા હતા ત્યારબાદ તેમને ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં 30 નવેમ્બરે તેમનુ નિધન થઈ ગયુ હતુ.

કોરોના વાયરસથી નહિ પરંતુ 2020માં આ બિમારીથી થયા સૌથી વધુ મોતકોરોના વાયરસથી નહિ પરંતુ 2020માં આ બિમારીથી થયા સૌથી વધુ મોત

English summary
Flashback 2020: Indian leaders who lost their lives due to coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X