નરેન્દ્ર મોદીની રેલીમાં રહી ગઇ આ છ મોટી ખામીઓ

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 3 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કઇ સંસંદીય બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે તેના પર બધાની નજર છે. પરંતુ જે પ્રકારે લખનઉ રેલીમાં અવ્યવસ્થા રહી, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, ભાજપના કોઇ મોટા નેતા નથી ઇચ્છતા કે મોદી લખનઉની સંસદીય બેઠક પરથી ચૂંટણી લડે. લખનઉ સંસદીય બેઠક ભાજપ માટે પોતીકી માનવામાં આવે છે અને કેમ ના પણ હોય, અહીંથી અટલ બિહારી વાજપાયી સાંસદ જો રહ્યાં છે.

એ વાતનો અંદેશો હતો કે અમીત શાહે લખનઉમાં ફ્લેટ લીધો છે અને કદાચ મોદી લખનઉથી ચૂંટણી લડે, નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશ અને લખનઉના ભરપેટ વખાણ કર્યા, પરંતુ લખનઉની જનતાની રેલીમાં કોઇ ખાસ ભાગીદારી નહીં હોવાથી એ સ્પષ્ટ થઇ ગયું કે મોદી રાજધાનીથી ચૂંટણી નહીં લડે. અન્ય ઘણા કારણ છે, જે અમે તમને તસવીરો થકી જાણાવીએ છીએ, જેને તમે આ રેલીની ખામીઓના રૂપમાં જોઇ શકો છો.

મુસલમાનોની ભાગીદારી
  

મુસલમાનોની ભાગીદારી

રેલીમા મુસ્લિમ યુવક ભાજપના ઝંડા પકડીને ઉભા હતા. સંભવતઃ તેમને જોઇને મોદીએ ગુજરાતમા મુસલમાનો દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે માહિતી આપવાનું ઉચીત સમજ્યું. જો કે તેમણે પતંગના વ્યાપાર અને ગુજરાતમાં એ વ્યાપારને વધારો આપવામાં પોતાની ભૂમિકા જણાવી પરંતુ લખનઉના ચિકન જરદોજીનો ઉલ્લેખ કર્યો નહીં, તેનાથી પણ તેમના લખનઉમાંથી ચૂંટણી લડવાના કયાસ પર વિરામ લાગી ગયો.

ગોરખપુર, બસ્તી, ગાંડાથી આવ્યા લોકો
  

ગોરખપુર, બસ્તી, ગાંડાથી આવ્યા લોકો

આમ તો આ રેલી અવધ ક્ષેત્ર માટે બોલાવવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ અને ગોરખપુર ક્ષેત્રના ઘણા ભાજપ સમર્થકો જોવા મળ્યા. પશ્ચિમ શેરડી ખેડૂતો હાથમાં શેરડી લઇને આવ્યા હતા, કદાચ મોદીની નજર તેમના પર પડી નહીં, તેથી તેમણે પોતના ભાષણમાં શેરડીના ખેડૂતોનો ઉલ્લેખ કર્યો નહીં. આ ખેડૂતોની મોટી રકમ ખાંડની મીલોમાં અટકી છે.

અટલની કર્મભૂમિ લખનઉ
  

અટલની કર્મભૂમિ લખનઉ

અટલની કર્મભૂમિમાં ભાષણ કરતા સંકોચમા જણાતા મોદીએ વિવાદિત મુદ્દાઓથી બચતા જોવા મળ્યા. તેમણે વંશવાદનો પણ ઉલ્લેખ કર્યો નહીં. તેનું એક કારણ એ પણ હતું કે આ રેલીમાં અનેક મોટા નેતાઓના પુત્ર હાજર હતા. તેમણે અવધ ક્ષેત્રમાં રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હતું.

મુરલી મનોહર જોશી
  
 

મુરલી મનોહર જોશી

રેલીમાં ડો. મુરલી મનોહર જોશી, મોદીનું સ્વાગત કરવામાં સામેલ હતા. જોશીની 1991માં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રામાં મોદી પ્રબંધક અને સારથી હતા. આ યાત્રા બાદ મોદી દિલ્હીમાં પાર્ટીના સંગઠનમાં મોટા પદ પર આવ્યા અને પોતાની માર્કેટિંગ થકી તે સતત ઉંચાઇ પર ચઢતા ગયા.

આદિત્યનાથ જોવા મળ્યા નહીં
  

આદિત્યનાથ જોવા મળ્યા નહીં

ગોરખપુર ક્ષેત્રના યોગી આદિત્ય નાથના બેનર અને પોસ્ટર તો રેલીમાં લાગેલા હતા પરંતુ તે જોવા મળ્યા નહીં, જો કે, ગોંડાના બ્રજભૂષણ શરણ સિંહ રેલીમાં હતા. બ્રજભૂષણ શરણ સિંહ પોતાના આચરણથી વિવાદોમાં રહ્યા છે.

લખનઉમાં મોદી
  

લખનઉમાં મોદી

ટ્રેનથી પહોંચેલા લોકો માટે રેલવે સ્થળો સુધી બસો નહોતી, લોકો હેરાન પરેશાન થતા રહ્યાં. એટલું જ નહીં લખનઉના તમામ લોકો પણ રેલી સ્થળ સુધી એટલા માટે પહોંચી શક્યા નહીં, કારણ કે રેલી હતી ત્યાંથી અમુક કિ.મી પહેલાં જ સુરક્ષાના કારણે વાહનોને રોકી દેવામાં આવ્યા હતા.

English summary
There were many flaws found in the Vijay Shankhnad Rally of Narendra Modi in Lucknow city of Uttar Pradesh.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.