For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ 27 નવેમ્બરની સાંજે 5 વાગે થશે ફ્લોર ટેસ્ટ, SCનો મોટો ચુકાદો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ઉથલપાથલ પર હવે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આવી ગયો છે. કોર્ટે કહ્યુ છે કે રાજ્યમાં હવે 27 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટ થશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ઉથલપાથલ પર હવે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવી ગયો છે. કોર્ટે કહ્યુ છે કે રાજ્યમાં હવે 27 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટ થશે એટલે કે આ દિવસે સાંજે ભાજપ અને એનસીપીની સરકારે બહુમત સાબિત કરવાની રહેશે. કોર્ટના આદેશ અનુસાર ફ્લોર ટેસ્ટ સાંજે 5 વાગે કરવામાં આવશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકર કરાવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ફ્લોર ટેસ્ટનુ લાઈવ ટેલિકાસ્ટ થશે, આનુ ગુપ્ત મતદાન નહિ કરવામાં આવે. કોર્ટના આ ચુકાદાને વિપક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે.

30 કલાક છે બહુમત સાબિત કરવા માટે

30 કલાક છે બહુમત સાબિત કરવા માટે

તમને જણાવી દઈએ કે સરકારની રચના માટે રાજ્યપાલના ચુકાદાને પડકારતી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સોમવારે સુરક્ષિત રાખી લીધો હતો. આ રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપ પાસે હવે માત્ર 30 કલાક છે બહુમત સાબિત કરવા માટે. ત્રણ પક્ષો માંગ કરી રહ્યા હતા કે જલ્દીમાં જલ્દી ફ્લોર ટેસ્ટ થાય.

કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળી

કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળી

આ પહેલા સોમવારે કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળી અને બધા પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ બાબતે મંગળવારે સવારે 10.30 વાગે ચુકાદો સંભળાવવામાં આવશે. સોમવારે સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી, અજીત પવાર તરફથી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે પોતાનો પક્ષ રાખ્યો હતો.

આ પણ વાંચોઃ Video: સબરીમાલા ગયેલી બિંદુ પર લાલ મરચાથી હુમલો, લગાવ્યો છેડતીનો આરોપઆ પણ વાંચોઃ Video: સબરીમાલા ગયેલી બિંદુ પર લાલ મરચાથી હુમલો, લગાવ્યો છેડતીનો આરોપ

દેવેન્દ્ર ફડવીસ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા છે

દેવેન્દ્ર ફડવીસ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા છે

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતા જ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજ્યપાલનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે શું કોર્ટ રાજ્યપાલના નિર્ણયને પલટી શકે છે? તેમણે રાજ્યપાલા બંધારણીય અધિકારોનો હવાલો આપીને આ સવાલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફડણવીસ પહેલેથી જ રાજ્યના મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા છે અને એનસીપીના અજીત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા છે.

English summary
floor test will held on 27 november in maharashtra said SC in decission of opposition plea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X