For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ત્રી ભૃણકન્યા કેસ: ડૉક્ટર દંપતી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Female-foeticide
બીડ(મહારાષ્ટ્ર), 12 સપ્ટેમ્બર: ગેરકાયદેસર રીતે ગર્ભપાત અને સ્ત્રી ભૃણ હત્યા કેસમાં પોલીસે એક ડૉક્ટર દંપતી સહીત 17 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
પોલીસ અધિકારી સ્વાતિ ભોરે જણાવ્યું હતું કે પરળી તાલુકાની અદાલતમાં ડૉ. સુદામ મુંડે અને તેમની પત્ની સરસ્વતી સિવાય અન્ય 15 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ડૉક્ટર દંપતી વિરૂદ્ધ આરોપ છે કે છ મહિનાનો ગર્ભ ધરાવતી ગર્ભવતી વિજયમાલા પાટેકરે 18 મેના રોજ પરળી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો જેના લીધે તેનું મોત નિપજ્યું હતું. આ ડૉકટર દંપતીએ 19 મેના રોજ પરળી કોર્ટમાંથી જમાનત મેળવી લીધી અને 23 મેથી તેઓ સંતાતા ફરતા હતા પરંતુ 17 જૂનના રોજ તેમને આત્મસમર્પણ કરી દિધું હતું. ત્યારબાદ ગર્ભપરિક્ષણ અને પ્રસુતિ સારવાર ટેકનીક (પીસીપીએનડીટી) અધિનિયમ હેઠળ 2010ના એક કેસમાં જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્રારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લાની અંબેજોગઇ સત્ર કોર્ટે 26 મેના રોજ જામીન રદ કર્યા હતા. આ કેસના પૂર્વ પ્રભારી પી.આઇ રામરાવ ગડેકરે કથિત રીતે ડૉક્ટર દંપતી વિરૂદ્ધ લગાવેલા આરોપો પુરવાર કરી શક્યા ન હતા જેના લીધે તેમને જામીન મળી ગયા હતા.

અંબજોગઇ કોર્ટે પહેલાં કહ્યું હતું કે ગડેકરે ડૉક્ટર દંપતી વિરૂદ્ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી (એમટીપી) અને પીસીપીડીએનટી અધિનિયમ હેઠળ લગાવવામાં આવેલા આરોપોને કામચલાઉ રીતે દૂર કરવા માટે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓગષ્ટ 2012માં ડી.જી.પી.એ ગડેકરને સસ્પેન્ડ કરી દિધા છે અને આ કેસ પોલીસ ઉપાધ્યક્ષ સ્વાતિ ભોરને સોંપી દિધો છે. આ ડૉક્ટર દંપતી ત્રણ અઠવાઠિયા સુધી ફરાર રહ્યું હતું અને અંતે 17 જૂનના રોજ સ્થાનિક પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

English summary
Police have filed a charge sheet against 17 persons, including a doctor couple, arrested in connection with illegal abortion and female foeticide case, police said today. The charge sheet was filed on Monday in Parli tehsil court against the doctor couple-- Dr Sudam Munde and his wife Saraswati-- and 15 others, Deputy Superintendent of Police Swati Bhor said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X