For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અન્ન સુરક્ષા વિધેયક આજે રાજ્યસભામાં પસાર કરાશે

|
Google Oneindia Gujarati News

rajyasabha
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: યુપીએની મહત્વકાંક્ષી અન્ન સુરક્ષા વિધેયક સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં પસાર કરાયા બાદ અન્ન સુરક્ષા વિધેયકને આજે રાજ્યસભાના પટલ પર મૂકવામાં આવશે. બીજીબાજું ભાકપાના રાજ્યસભા સભ્યએ જણાવ્યું કે પાર્ટી આજે સંસદના ઉપલા ગૃહમાં અન્ન સુરક્ષા વિધેયકમાં સંશોધન રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આ વિધેયકને લઇને લોકસભામાં લીલી ઝંડી મળી છે.

અન્ન સુરક્ષા કાર્યક્રમથી રાજકોષીય ખોટ વધવાની આશંકાઓને રદીયો આપતા કેન્દ્રીય ખાદ્ય મંત્રી કે.વી. થૉમસે જણાવ્યું કે આનાથી આવનાર એક વર્ષ દરમિયાન સરકારી ખજાના પર માત્ર 10,000 કરોડ રૂપિયાનું વધારાનો સબસિડી ભાર પડશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકિય વર્ષ 2013-14ના બજેટમાં અન્ન સબસિડી માટે 90,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ આવનારા કેટલાક મહિનામાં લાગુ કરવામાં આવશે, જેના પગલે સબસિડીનું ભારણ મર્યાદીત રહેશે.

ભાકપા નેતા ડી. રાજાએ પત્રકારોને જણાવ્યું કે અમે સોમવારે મહત્વપૂર્ણ અન્ન સુરક્ષા વિધેયકમાં સંશોધન રજૂ કરીશું અને આશા રાખીશું કે તેને સ્વીકૃતિ મળે. સાર્વજનીક વિતરણ પ્રણાલીને સાર્વભૌમિક બનાવવા પર ભાર આપતા તેમણે જણાવ્યું કે આમાં પોષક તત્વોનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે સાર્વજનિક વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થીત અને સાર્વભૌમિક બનાવવું જોઇએ. તેના દરેક પાસાઓ પર વિચાર થવો જોઇએ.

રાજાએ જણાવ્યું કે અન્ન સુરક્ષા વિધેયકથી રાજ્યોના નાણા અધિકારો પર પ્રતિકૂળ પ્રભાવ ના પડવો જોઇએ. તેમણે જણાવ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યોને મળનારી અન્નની માત્રામાં ઘટાડો ના થવો જોઇએ. ડોલરના મુકાબલે રૂપિયાની કિંમત ઘટવાને લઇને તેમણે જણવાવ્યું કે આપણે આજે જે કઇપણ જોઇ રહ્યા છીએ તે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિનાશકારી આર્થિક નીતિઓનું પરિણામ છે. તે અર્થવ્યવસ્થાને સંભાળવામાં અસફળ રહી છે.

English summary
The National Food Security Bill, passed by the Lok Sabha Aug 26, is expected to be taken up by the Rajya Sabha Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X