For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં ફૂડ સિક્યોરિટી બિલ પાસ થતાં જ સોનિયા બિમાર, સારવાર બાદ કરાયા ડિસ્ચાર્જ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ઑગસ્ટઃ લોકસભામાં સોમવારે રાત્રે યુપીએના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખાદ્ય સુરક્ષા બિલને લીલી ઝંડી મળી ગઇ. બિલ નીચલી સદનમાં મોડી રાત્રે પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી આ ખુશીને ઉજવે તે પહેલાં જ તેમના ચીફ સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયું અને તેમણે સંસદ ભવનથી સીધા એમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પાંચ કલાક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

એમ્સમાં સોનિયાને સીધા આઇસીસીયુમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર સોનિયા છેલ્લા બે દિવસથી બિમાર હતા. સદનમાં બિલ પર ચર્ચા કરતી વખતે પણ તેમનું સ્વાસ્થ્ય સારું જણાતું નહોતુ, પરંતુ બિલ પસાર થયું ત્યાં સુધી તેમણે હિંમત દાખવી હતી. બિલ પાસે થયા બાદ જેવા સાંસદો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યાં હતા, ત્યારે સોનિયા ગાંધી અચાનક સદનની બહાર નીકળીને ચાલવા લાગ્યા. બાહર નીકળતા જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ જણાતા તેમને એમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

ત્યારબાદ તેમના પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા વાઢેરા અને જમાઇ રોબર્ટ વાઢેરા પણ પહોંચ્યા. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ સહિત અન્ય કેબિનેટ મંત્રી પણ એમ્સ પહોંચ્યા. ડોક્ટર્સે હાલ સોનિયાનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જણાવ્યું હતું. તેમને દવાનુ રિએક્શન આવ્યું હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું.

આ પહેલા સંસદમાં જે બિલ પસાર થયું તેનો ઉદ્દેશ્ય દેશમાં અંદાજે 80 કરોડ લોકો એટલે કે 67 ટકા આબાદી ખાદ્યમંત્રી કેવી થોમસે બિલ પર ચર્ચાનો જવાબ આપતા સદનને આશ્વસ્ત કર્યું કે તેને લાગુ કરતી વખતે તમામ ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન કરાશે. આ પહેલા બિલ પર ચર્ચા અને તેને પારિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા ખાદ્ય મંત્રીને કહ્યું હતું કે યોજનાના માધ્યમથી લાભાન્વિતોને પોષણયુક્ત ખાદ્યાન્ન મળશે.

ભાજપ દ્વારા કોયલા બ્લોક આવંટન સાથે જોડાયેલી ફાઇલની ગાયબ થવા અંગે પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદનની માંગ કરતા ભાજપે સંદની કાર્યવાહી બાધિત કરતા આ બિલ પર સત્રમાં ચર્ચા થઇ શકી નહોતી. જો કે, બિલ પાસ થયા બાદ નેતા વિપક્ષ સુષમા સ્વરાજે કોંગ્રેસ પાર્ટીએ આ બિલને સદનમાં રજૂ કરવા માટે ધન્યવાદ આપ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલને કોંગ્રેસને આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં થવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણી અને 2014ની લોકસભા ચૂંટણીનો લાભ મળશે. આ બિલથી સરકાર પર અંદાજે 124, 723 કરોડ રૂપિયાનું ભારણ પડશે.

સોનિયા બિમાર

સોનિયા બિમાર

લોકસભામાં ફૂડ સિક્યોરિટી બિલ પસાર થયું તે સમયે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય કથડ્યું હતું.

પુત્ર રાહુલ ગાંધી તેમની સાથે

પુત્ર રાહુલ ગાંધી તેમની સાથે

જ્યારે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય કથડ્યું હતું ત્યારે તેમના પુત્ર રાહુલ ગાંધી તેમની સાથે હતા.

એમ્સમા કરાયા દાખલ

એમ્સમા કરાયા દાખલ

સ્વાસ્થ્ય કથડતાં સોનિયા ગાંધીને એમ્સ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

દવાનું થયું રિએક્શન

દવાનું થયું રિએક્શન

દવાનું રિએક્શન થવાના કારણે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય કથડ્યું હતું.

English summary
UPA chief Sonia Gandhi fell ill just after the Food Security Bill passed in Loksabha after the six hour long session on Monday late night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X