મિશન 272: મોદીની લહેરને આંધીમાં બદલે ભાજપ

Google Oneindia Gujarati News

બેંગ્લોર, 25 માર્ચઃ ચૂંટણીની આ મોસમમાં ભાજપનું વહેણ ચાલી રહ્યું છે. ચારેકોર મોદીનો હલ્લા બોલ છે, પરંતુ ચૂંટણી વહેણ ક્યારે કયું વલણ અપનાવી લે છે તે કોઇ નિર્ધારિત કરી શકતું નથી. હવે આ વાત યુનિવર્સલ સત્યની જેમ થઇ ગઇ છે કે મોદી જનતાની ડિમાન્ડની હાઇ પીક પર પહોંચી ગયા છે પરંતુ હજુ પણ આ ચૂંટણીમાં મોદીની ફતેહનો માર્ગ સહેલો નથી. મોદી મિશન 272 હજુ પણ 272ની બેઠક સુધી પહોંચી શક્યું નથી.

એનડીટીવીના ઓપિનિયન પોલથી જાણવા મળે છે કે ભાજપ હજુ પણ 195 બેઠકો સુધી પહોંચી શકે છે અને વાત એનડીએની કરવામાં આવે તો તેને 229 બેઠક મળી શકે છે. સ્થિતિ સ્પષ્ટ દર્શાવી રહી છે કે હજુ મોદીની જીત માટે વધુ મહેનત કરવાની જરૂર છે. તાજેતરમાં ઇન્ડિયસ્પેન્ડના સંસ્થાપક પ્રવીણ ચક્રવર્તીએ પોતાની વેબસાઇટ પર ભાજપની સ્થિતિના સંદર્ભમાં ચૂંટણી આકલન કર્યું છે. તેમનું માનવું છે કે જો ભાજપ ચૂંટણીમાં 50 ટકા બેઠકનું લક્ષ્ય પાર પાડવામાં માગે છે તો તેણે હજુ 18 પ્રમુખ રાજ્યોમાં ઓછામાં ઓછી 5 ટકા બેઠકો પ્રાપ્ત કરવી પડશે.

આ ઉપરાંત હજુ ભાજપે મોદીની લહેરને 5 ટકા વધારવી પડશે, પછી આ કામ ભાજપ એકલું કરે અથવા તો સંયુક્ત ગઠબંધનના સ્તર પર કરે. આ ઉપરાંત ચક્રવર્તીએ વિશ્લેષિત કર્યું છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને કેરળ એવા 9 રાજ્યો છે, જ્યાં ભાજપ ગઠબંધન વગર પણ બેઠકો હાંસલ કરી શકે છે.

એકલા હાથે સફળતા મુશ્કેલ

એકલા હાથે સફળતા મુશ્કેલ

9 રાજ્ય એવા છે જ્યા ભાજપે પોતાના સંયુક્ત ગઠબંધન સ્તર પર પ્રયાસ કરવા પડશે. આ રાજ્ય છે, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિળનાડુ, ઓડિશા, આસામ, પંજાબ અને હરિયાણા. આ રાજ્યોમાં ભાજપ એકલા હાથે સફળ થઇ શકે નહીં.

ક્ષેત્રીય દળોનો સાથ

ક્ષેત્રીય દળોનો સાથ

ભાજપનું અત્યારસુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એવરેજ 45 ટકા રહ્યું છે અને જો આ એવરેજની અત્યારસુધીની સ્થિતિ પર ધ્યાન આપીએ તો તેને 509માંથી 230 બેઠક મળશે. તેથી ચક્રવર્તીનું માનવું છે કે જો ભાજપ પોતાના સંયુક્ત ગઠબંધન સ્તર પર ખાસ કરીને ક્ષેત્રીય દળો સાથે મળીને પ્રયાસ કરે તો તેને 357 બેઠકો મળી શકે છે, જે ગઠબંધનના રાજકારણમાં એક ઐતિહાસિક જીત સાબિત થશે.

મોદી લહેર

મોદી લહેર

આ માટે જરૂરી છે કે મોદીની લહેરને 45 ટકાથી 50 ટકા સુધી વિસ્તૃત કરવામાં આવે જેથી ભાજપ એક ઐતિહાસિક પ્રદર્શન આપી શકે.

ભાજપનું ગઠબંધન સ્તર પર સારું પ્રદર્શન

ભાજપનું ગઠબંધન સ્તર પર સારું પ્રદર્શન

ચક્રવર્તીનું આ આકલન આંધ્ર વિભાજન પહેલાનું છે, જેમકે આસામ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભાજપનું ગઠબંધન નથી, પરંતુ તેમ છતાં બિહાર અને તમિળનાડુ એવા રાજ્ય છે, જ્યાં ભાજપ ગઠબંધન સ્તર પર સારું પ્રદર્શન કરી શકે છે.

આમ આદમી પાર્ટી અવરોધ સમાન

આમ આદમી પાર્ટી અવરોધ સમાન

તેલંગણા અને સિમાંધ્રમાં પાર્ટી ટીડીપી સાથે કેવું પ્રદર્શન કરશે તે હજુ નક્કી નથી પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે અવરોધ બની શકે છે. પરિસ્થિતિ કોઇપણ હોય ભાજપ માટે જરૂરી છેકે તે મોદીની લહેરને તોફાનમાં પરિવર્તિત કરી જેથી જીતને નિશ્ચિત કરવામાં આવે.

English summary
For Mission 272, the Modi wave may have to be more than 5 percent higher than the BJP’s best ever winning ratio. He will need a storm, not just a wave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X