ગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી
નવી દિલ્લીઃ સંસદે આજે જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાના ક્લસ્ટરને 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા'નો દરજ્જો આપવા માટે એક બિલ પાસ કર્યુ. બુધવારે 'ઈન્સ્ટીટ્યુ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ બિલ, 2020'ને રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે લોકસભાએ પહેલા જ બિલને અંતિમ સત્રમાં મંજૂરી આપી દીધી છે જેમાં ત્રણ જામનગર, ગુજરાત સ્થિત સંસ્થા - આયુર્વેદનમાં સ્નાકોત્તર શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને આયુર્વેદ ઔષધિ વિજ્ઞાન સંસ્થા શામેલ છે.
બિલને ચર્ચા માટે રાખતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આયુર્વેદ અને સમાજ માટે આની ઉપયોગિતા અને દુનિયાની આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે પ્રશંસા કરી. તેમણે કહ્યુ, 'આયુર્વેદ દેશમાં ચિકિત્સાની એક પ્રાચીન પ્રણાલી છે જેમાં પારંપરિક જ્ઞાન ખૂબ જોડાયેલુ છે.' તેમણે કહ્યુ કે 'આત્મનિર્ભર ભારત' હેઠળ સરકારે ઔષધીય છોડની ખેતી અને ખેડૂતોને સમર્થન કરવા માટે 4000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે જામનગર સંસ્થાની પસંદગી મનમાની નહોતી પરંતુ આને 1956માં સ્થાપિત આ શ્રેણી હેઠળ સૌથી જૂની સંસ્થાઓમાંની એક પસંદ કરવામાં આવી હતી. તે સરકારી ક્ષેત્રમાં દેશની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. આયુર્વેદ અનુસંધાન વિશે જે પ્રકાશન થયુ છે તેમાંથી 10 ટકા આ સંસ્થાના છે. આયુર્વેદમાં ડબ્લ્યુએતઓ સાથે જૂના સહયોગ કેન્દ્રમાંનુ એક છે અને 20 વર્ષોમાં 65 દેશોના છાત્રોને પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે. સંસ્થાએ છેલ્લા 20 વર્ષોમાં વિવિધ દેશો સાથે 30 સમજૂતી કરી છે. પ્રસ્તાવિત સંસ્થામાં આયુષ મંત્રી, આયુષના સચિવ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવ સહિત 15 સભ્યોની સમિતિ હશે જેમાં ત્રણ સાંસદ હશે. આમાંથી બે લોકસભાના અને એક રાજ્યસભાના સાંસદ હશે.