India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રામમંદિર ભૂલી જાવ, પેટ્રોલની કિંમત ઘટાડો' : શિવસેનાનું મુખપત્ર સામના

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

Click here to see the BBC interactive

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર શિવસેનાના મુખપત્ર સામનામાં રામમંદિર માટે ઉઘરાવવામાં આવતા પૈસાને લઈને આકરી ટીકા કરવામાં આવી છે.

શિવસેનાએ કહ્યું કે 'અયોધ્યામાં રામમંદિર માટે ફાળા વસુલી(પૈસા ઉઘરાવવા) કરતાં, મોદી સરકારે ચંદ્ર પર પહોંચેલી પેટ્રોલ અને ડિઝલની કિંમત નીચી લાવવી જોઈએ.'

સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે 'જો અગાઉની સરકારમાં પેટ્રોલની કિંમત વધતી હતી, તો તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી કૉંગ્રેસને લૂંટારુ કહેતા હતા.'

"મોદીએ હવે તમામ પબ્લિક સેક્ટર યુનિટનું સેલ ગોઠવ્યું છે અને ગત સરકારોને પેટ્રોલનો ભાવ વધારવા માટે દોષ આપે છે."

કૉંગ્રેસનો આરોપ છે કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા સેલેબ્રિટી તેમની સરકારમાં પેટ્રોલની કિંમત ઉંચી જતી હતી ત્યારે બોલતા હતા આજે બોલી રહ્યા નથી.

સામનામાં આ અંગે લખાયું છે કે તેમની પર આક્ષેપ ન મૂકી શકાય. આનો અર્થ એ છે કે 2014 પહેલાં બોલવાની આઝાદી, અને ટીકા કરવાનો અધિકાર હતો. સરકારની પૉલિસીની ટીકા કરવા કોઈને જેલમાં મોકલવામાં નહોતા આવતા. હાલ આપણે તે આઝાદી ભૂલી ગયા છીએ.


ગુજરાતમાં કોરોનાને લઈને અનિશ્ચિત સ્થિતિ, સરકાર આકરા પગલાં લે : AHNA

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હૉમ્સ ઍસોસિયેશને કહ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ અનિશ્ચિત છે અને તે કોઈપણ તરફ જઈ શકે છે.

ઍસોસિયેશને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને અપીલ કરી હતી કે કડકાઈથી કોરોના વાઇરસને અટકાવવાના પગલાં લેવામાં આવે.

તેમણે લખ્યું છે કે ગુજરાતના લોકો સાવ બેફિકર થઈ ગયા છે અને માસ્ક પહેરવાના નિયમને પાળતા નથી. લોકો કોઈપણ પ્રકારના ઇવેન્ટ્સમાં સાવચેતી વિના ભાગ લે છે.

ઍસોસિયેશને વધુમાં કહ્યું છે કે 'આ એક ચિંતાજનક સ્થિતિ છે અને અમે તમને જલદી પગલાં લેવાની વિનંતી કરીએ છીએ કે મહારાષ્ટ્ર, કર્નાટક અને કેરળથી કોઈ કેસ અહીં ટ્રાન્સમિટ ન થાય અને સ્થાનિક કેસમાં વધારો ન થાય.'

એએચએનએના પ્રમુખ ભરત ગઢવીએ કહ્યું, "આગામી દિવસોમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમાશે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેશે. જો આ પગલાં નહીં લેવાય તો સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહેશે."


'કૃષિ કાયદાઓ પર ખેડૂતોને કેવી રીતે ભ્રમિત કરી શકાય?'

પ્રતીકાત્મક તસવીર

એનડીટીવીના અહેવાલ અનુસાર હરિયાણામાં કૃષિ કાયદાઓના મુદ્દે બોલાવાયેલી ભાજપની બેઠકનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક કાર્યકર્તા ખેડૂતોને ભ્રમિત કરવાની વાત કરી રહ્યા છે.

ભાજપના એક કાર્યકર્તાએ પદાધિકારીઓને પુછ્યું હતું કે 'કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અમારું સાંભળવા તૈયાર નથી, તેઓ કૃષિ કાયદાઓ પર કોઈપણ તર્કની વાત કરવા તૈયાર નથી. તેમને ભ્રમિત કરવા પડશે.'

કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે.

https://twitter.com/rssurjewala/status/1363841039149146114

ખેડૂત આંદોલનને લઈને ભાજપે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશના નેતાઓને કહ્યું છે કે ખેડૂત નેતાઓ, ખાપ ચૌધરીઓ સાથે મુલાકાત કરી તેમને કૃષિ કાયદાઓના ફાયદા સમજાવે. જોકે ભાજપના નેતાઓથી સ્થાનિક લોકો ખૂબ જ નારાજ છે.


સરકારે RTIના કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીનો એક વર્ષ સુધી જવાબ ન આપ્યો

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું હતું કે માહિતી અધિકારના કાયદામાં જે નવો સુધારો લાવવામાં આવ્યો હતો તેને લઈને જવાબ ગત વર્ષે જાન્યુઆરીમાં આપવાનો હતો, છત્તાં કેમ આપ્યો નથી?

માહિતી અધિકારના કાયદામાં 2019માં સુધારો કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે માહિતી કમિશનરની ઑફિસનો સમયગાળો, પગાર વગેરેની બાબતો બદલવામાં આવી હતી.

જેના વિરુદ્ધમાં કૉંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

ગત વર્ષે જાન્યુઆરીમાં સરકારને જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય અપાયો હતો. જોકે, વર્ષ સુધી જવાબ ન આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે હજુ સુધી કેમ જવાબ ન આપ્યો. સુપ્રીમ કોર્ટે હવે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.


ચીન ડેપસાંગ ખાલી કરવા માટે તૈયાર નથી : સુબ્રમણ્યમ સ્વામી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેમને સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ચીને સ્પષ્ટ કર્યું છે કે ડેપસાંગ વિસ્તારને ખાલી નહીં કરે.

તેમણે લખ્યું, "સરકારી સૂત્રોએ મને કહ્યું કે ચીન ડેપસાંગ વિસ્તારને ખાલી કરાવવા તૈયાર નથી. ચીનનું કહેવું છે કે ભારત એપ્રિલ 2020ની યથાસ્થિતિ ઇચ્છે છે પરંતુ 1998થી 2013 સુધી ચીને ધીમે ધીમે કબજો કર્યો છે. જરૂરિયાત પડે ત્યારે ખાલી કરાવવું પડશે."

એક ટ્વીટર યુઝરે પુછ્યું કે તમારો મત શું છે? તો તેમણે કહ્યું યુદ્ધ.

https://www.youtube.com/watch?v=H3aqLVhjfbs

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
'Forget Ram Mandir, reduce petrol price': Shiv Sena spokesperson Saamna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X