ભાજપા નેતાની લાશ ફાંસી પર લટકેલી મળી, 4 પેજની સુસાઇટ નોટ
યુપીના મેરઠમાં એક ખાલી ફ્લેટમાં રવિવારે બપોરે એક ભાજપના પૂર્વ કાઉન્સિલરની લાશ સંદિગ્દ હાલતમાં ફાંસી પર લટકેલી મળ્યા પછી સનસની ફેલાઈ ચુકી છે. પોલીસને જગ્યાથી 4 પેજની સુસાઇટ નોટ, દારૂની બોટલ અને સિગરેટ મળી આવી છે. હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ ચાલુ કરી દીધી છે.
લગ્ન પછી પણ પ્રેમી પરેશાન કરતો હતો, મહિલાએ આત્મહત્યા કરી

સતીશ ચાંદીના જથ્થાબંધ વેપારી હતા
ખરેખર ભગવતપુરાના સતીશ ચાંદીવાળા વોર્ડ 3 થી ભાજપના પૂર્વ કાઉન્સિલર હતા. સતીશ ચાંદીના જથ્થાબંધ વેપારી હતા અને તેમનો શહેરમાં ખુબ જ સારો ધંધો ચાલતો હતો. પરિવારમાં તેમની પત્ની ઉષા અને એક દત્તક લીધેલી દીકરી વર્ષા છે. વર્ષા દિલ્હીમાં આઇપીએસ માટે તૈયારી કરી રહી છે અને હાલમાં મેરઠ આવેલી છે. પરિજનો અનુસાર સતીષનો ફ્લેટ ટીપી નગર વિસ્તારના વંડર સીટી સેકન્ડ કોલીનીમાં આવેલો છે.

ફ્લેટમાં ફાંસી પર લટકેલી મળી લાશ
પત્ની ઉષા અનુસાર રવિવારે સવારે લગભગ 9 વાગ્યે સતીશ ફ્લેટ પર જવાની વાત કહીને ઘરેથી નીકળ્યા હતા. બપોર સુધી ઘરે નહીં આવવાને કારણે પરિવારે તેમના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ તેમને ફોન ઉઠાવ્યો નહીં. ત્યારપછી ઉષાએ માલિયાના નિવાસી પોતાના નંદોઈને આ મામલે જાણકારી આપીને ફ્લેટ પર મોકલ્યા. જયારે ઉષાના નંદોઈ ફેલ્ટ પર પહોંચ્યા ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોયું કે દોરડા પર સતીષની લાશ લટકી રહી હતી.

4 પેજની સુસાઇટ નોટ
જાણકારી મળ્યા પછી પહોંચેલી પોલીસે સતીષની લાશને નીચે ઉતારી રૂમમાં દારૂની બોટલ અને સિગરેટના ટુકડા પણ પડ્યા હતા. પોલીસ અનુસાર તેમને જગ્યા પરથી 4 પેજની સુસાઇટ નોટ પણ મળી આવી છે પરંતુ સુસાઇટ નોટમાં શુ લખ્યું છે તે હજુ સુધી સાર્વજનિક નથી થયું. હાલમાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તાપસ શરુ કરી દીધી છે.