For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં રહેલો યુવક પકોડા વેચવા માંગે છે પરંતુ લોન નથી મળી રહી

આખા દેશમાં પકોડા મુદ્દા પર ચર્ચાઈ રહેલી રાજનીતિ હવે અમેઠી સુધી પહોંચી ગયી છે. સ્મૃતિ ઈરાનીના સપોર્ટર રહી ચૂકેલા યુવકે પકોડા રોજગાર માટે બેંક પાસેથી લોન મળી રહે તેના માટે સ્મૃતિ ઈરાનીને પત્ર પણ લખ્યો છ

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આખા દેશમાં પકોડા મુદ્દા પર ચર્ચાઈ રહેલી રાજનીતિ હવે અમેઠી સુધી પહોંચી ગયી છે. સ્મૃતિ ઈરાનીના સપોર્ટર રહી ચૂકેલા યુવકે પકોડા રોજગાર માટે બેંક પાસેથી લોન મળી રહે તેના માટે સ્મૃતિ ઈરાનીને પત્ર પણ લખ્યો છે. જેમાં યુવાને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન અપાવવમાં માટે અપીલ કરી છે. હવે આ પત્ર સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની અને પ્રભારી મંત્રી મોહસીન રજા ને પત્ર અશ્વિન મિશ્રા નામના યુવકે લખ્યો છે.

યુવક ભાજપ કાર્યકર્તા રહી ચુક્યો છે

યુવક ભાજપ કાર્યકર્તા રહી ચુક્યો છે

પત્રમાં તેને લખ્યું હતું કે તે ભાજપ સદસ્ય રહી ચુક્યો છે સાથે સાથે તે આઇટી વિભાગ અમેઠી જિલ્લા ટીમ સદસ્ય અને સોશ્યિલ મીડિયા પ્રમુખ પદ પર કાર્યરત હતો. તેને 27 ફેબ્રુઆરી 2017 દરમિયાન લિખિતમાં પોતાનું ત્યાગપત્ર આપી દીધું હતું.

સ્મૃતિ ઈરાનીને લખ્યો પત્ર

સ્મૃતિ ઈરાનીને લખ્યો પત્ર

અશ્વિન મિશ્રા ઘ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે તેને ભાજપ માટે કામ કર્યું છે. એટલા માટે સવિનય નિવેદન છે કે વધતી જતી બેરોજગારી ને ધ્યાનમાં લઈને તેના માતા પિતા તેના માટે ચિંતિત રહે છે. અમેઠી ખાલી નામ માત્રનું વીવીઆઈપી ક્ષેત્ર છે અહીં શિક્ષા અને રોજગાર માટે કોઈ જ વ્યવસ્થા નથી.

બેંકો ના ચક્કર

બેંકો ના ચક્કર

પત્રમાં તેને જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ દરમિયાન તેને રોજગાર ને લગતી કેટલીક વાતો ખુબ જ સારી લાગી. પરંતુ તેની પાસે એટલા પૈસા નથી કે તે કોઈ સારો સ્ટોલ નાખી શકે અને છેલ્લા ઘણા દિવસથી બેંકોના ચક્કર લગાવ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તેને લોન નથી મળી રહી.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન નથી મળી રહી

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન નથી મળી રહી

પત્રમાં તેને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ઘણી વખતે કહે છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10 કરોડ પરિવાર ને સહાય મળી છે તેમને વ્યવસાય માટે પૈસા મળ્યા છે. પરંતુ અહીં અમેઠીમાં બેરોજગાર યુવાન કોઈ નવો ધંધો શરૂ કરવા માટે ઘણા ચક્કર મારવા પડે છે. તેને આગળ લખ્યું કે હું પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે તેને પકોડા રોજગાર માટે બેંક તરફ થી લોન મળે.

English summary
Former BJP worker want to sell pakora but failed to get loan in PM scheme in Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X