ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ રહ્યા ઉપસ્થિત
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં શામેલ થઈ ગયા છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા હતી કે ગંભીર ભાજપમાં આવી શકે છે. હોળીના આગલા દિવસે જ ગૌતમ ગંભીરે ભાજપનો હાથ પકડી લીધો છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યુ. આ દરમિયાન ગૌતમ ગંભીરે કહ્યુ કે ભાજપે મને મોકો આપ્યો એના માટે હું આભારી છુ. પીએમ મોદીથી હું ઘણો પ્રભાવિત છુ. જાણકારી મુજબ ગૌતમ ગંભીરને ભાજપની દિલ્લીની કોઈ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
|
ભાજપમાં આવ્યા ગંભીર- પીએમ મોદીના વિઝનથી પ્રભાવિત છુ
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રહી ચૂકેલા ગૌતમ ગંભીર છેવટે ભાજપમાં શામેલ થઈ ચૂક્યા છે. શુક્રવારે દિલ્લીના ભાજપ મુખ્ય કાર્યાલયમાં ગૌતમ ગંભીર ભાજપમાં શામેલ થઈ ગયા. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ગૌતમ ગંભીર ભાજપના સભ્ય બન્યા. આ દરમિયાન ગૌતમ ગંભીરે કહ્યુ, ‘પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત થઈને ભાજપમાં શામેલ થઈ રહ્યો છુ. આનાથી જોડાવાનો મોકો મેળવીને સમ્માનિત અનુભવી રહ્યો છુ. તેમની કોશિશ રહેશે કે ભાજપમાં આવ્યા બાદ તે દેશ માટે કંઈક સારુ કરવા ઈચ્છે છે.'
|
ભાજપ સાથે જોડાવાનો મોકો મેળવીને સમ્માનિત અનુભવી રહ્યો છુઃ ગંભીર
આ પ્રસંગે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ, ‘ભાજપ સતત પોતાનો વિસ્તાર કરી રહ્યુ છે. આ કડીમાં ગૌતમ ગંભીર અમારી સાથે આવ્યા છે. તે દિલ્લીના જ રહેવાસી છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે ક્રિકેટના ક્ષેત્રમાં તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. આ દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે જે લોકો દેશને નથી સમજતા તે જ આવા નિવેદનો આપે છે. તેમણે કહ્યુ કે અમારી સરકારે જ્યાં આતંક શરૂ થાય છે ત્યાં જ પ્રહાર કર્યો છે. અમારા બંને ઑપરેશનો સંપૂર્ણપણે સફળ રહ્યા છે.'
|
સામ પિત્રોડાના નિવેદન પર જેટલીનો પ્રહાર
ભાજપમાં ગૌતમ ગંભીરના શામેલ થયા બાદ પત્રકારોએ સવાલ કર્યા કે તેમને આ વખતે ચૂંટણીમાં ટિકિટ મળશે. આના પર અરુણ જેટલીએ કહ્યુ કે અમારા પક્ષ અને હાઈ કમાન્ડ આના પર નિર્ણય લેશે. અત્યારે આના પર કંઈ કહી શકાય નહિ. જો કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગૌતમ ગંભીરને ભાજપ દિલ્લીની કોઈ સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.