For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર મનોહર પરિકરની નોટ આવી સામે, લખી હતી આ વાત

શુક્રવારે રાહુલ ગાંધીએ ‘ધ હિંદુ'માં છપાયેલ સમાચાર બાદ ફરીથી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ માટે શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. શુક્રવારે રાહુલ ગાંધીએ 'ધ હિંદુ'માં છપાયેલ સમાચાર બાદ ફરીથી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફ્રાંસમાં થનારી આ રક્ષા ખરીદમાં સીધા પીએમઓની દખલ હતી. જો કે સંરક્ષણ મંત્રાલયે આ દખલનો વિરોધ કર્યો હતો. વર્તમાનપત્રમાં પ્રકાશિત સરકારી દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તત્કાલિન રક્ષા સચિવ જી મોહન કુમારે ડિસેમ્બર 2015માં રાફેલ ડીલ અંગે તત્કાલિન સંરક્ષણ મંત્રી મનોહર પરિકરને એક પત્ર લખ્યો હતો.

રક્ષા સચિવે ફાઈલ પર લખી હતી આ વાત

રક્ષા સચિવે ફાઈલ પર લખી હતી આ વાત

રાફેલ સોદાના આ દસ્તાવેજ પર રક્ષા સચિવે લખ્યુ હતુ, આરએમ (સંરક્ષણ મંત્રી) કૃપા કરી આ જુઓ. સારુ રહેશે કે પ્રધાનમંત્રી કાર્યાલય આ પ્રકારની વાતચીત ન કરે કારણકે આનાથી સોદો કરવા મામલે આપણી સ્થિતિ ઘણી નબળી થઈ જાય છે. રક્ષા સચિવે પોતાની ટિપ્પણી 1 ડિસેમ્બર 2015ના રોજ લખી હતી. લગભગ 40 દિવસો બાદ એટલે કે 11 જાન્યુઆરી 2016ના રોજ સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે પોતાની આ ટિપ્પણી નોંધી હતી.

ફકરા 5માં જરૂરતથી વધુ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી

સંરક્ષણ મંત્રી પરિકરે લખ્યુ, શિખર બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય અને ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલય સમગ્ર મામલે પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે લખ્યુ કે ફકરા 5માં જરૂરતથી વધુ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. ડીઆઈ સેક (રક્ષા સચિવ) પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે પરામર્શ કરીને સમસ્યા/મામલાને ઉકેલી શકે છે. સંરક્ષણ મંત્રીની ટિપ્પણીવાળા આ નોટિંગ બાદ કોંગ્રેસના એ આરોપોને બળ મળ્યુ છે કે રાફેલ જેટની ખરીદી સાથે જોડાયેલી ડીલમાં પ્રધાનમંત્રી કાર્યાલય સીધી રીતે દખલ આપી રહ્યુ હતુ.

એક સમાચારપત્રએ સંરક્ષણ સચિવની નોટિંગને પ્રકાશિત કરી

એક સમાચારપત્રએ સંરક્ષણ સચિવની નોટિંગને પ્રકાશિત કરી

આ ખુલાસાઓ બાદ આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડેગેએ આને ગંભીર મામલો જણાવતા કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી, સંરક્ષણમ મંત્રી અને એર ચીફ માર્શલ આ મુદ્દે અલગ અલગ વાત કહી રહ્યા છે ત્યારે સત્ય બહાર લાવવા માટે માત્ર જેપીસીનો રસ્તો બચે છે. આ તરફ આ હોબાળા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે વર્તમાનપત્ર પર સવાલ ઉઠાવતા કહ્યુ કે એક વર્તમાનપત્રાએ સંરક્ષણ સચિવની નોટિંગને પ્રકાશિત કરી. જો કોઈ સમાચારરપત્ર એક નોટિંગ છાપી શકે છે તો પત્રકારિતાની નૈતિક માંગ છે કે તત્કાલિન સંરક્ષણમંત્રીનો જવાબ પણ પ્રકાશિત કરવામાં આવે.

આ પણ વાંચોઃ રજનીકાંતની પુત્રી સૌદર્યા-વનનગમુદીનું પ્રિ-વેડિંગ રિસેપ્શન, જુઓ Picsઆ પણ વાંચોઃ રજનીકાંતની પુત્રી સૌદર્યા-વનનગમુદીનું પ્રિ-વેડિંગ રિસેપ્શન, જુઓ Pics

English summary
former Defence Minister Manohar Parrikar’s reply to MoD dissent note on Rafale negotiations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X