જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તિને કરાયા મુક્ત, એક વર્ષથી હતા નજરકેદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને લગભગ એક વર્ષ પછી મંગળવારે નજરકેદથી મુક્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા સહિત કેટલાય નેતાઓને પહેલા જ છૂટા કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે સાંજે કહ્યું કે, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે આર્ટિકલ 370 હટાવતા પહેલા જમ્મુ-કાશ્મીરના અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પણ હતા. અન્ય નેતાઓને સરકારે છોડી મુક્યા હતા, પરંતુ મહેબૂબાને સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા ન હતા. મહેબૂબા મુફ્તીની મુક્તિ અંગે તેમની પુત્રી ઘણી વખત કોર્ટમાં ગઈ હતી.
રીતિ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર માટે હકદાર હતી પીડિતા: હાઇકોર્ટ