For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાંશુ રૉયે કસાબ જોડે રાઝ ખોલાવ્યા, પાકને આપી હતી ચેતવણી

કેવળ મહારાષ્ટ્ર નહિ પરંતુ આખા દેશમાં એનકાઉન્ટર વિશેષજ્ઞના નામથી પ્રખ્યાત હિમાંશુ રૉયે આજે પોતાને ગોળી મારી દીધી. આ ઘટના બાદ સમગ્ર પોલિસ દળ શોકમગ્ન છે.

|
Google Oneindia Gujarati News

કેવળ મહારાષ્ટ્ર નહિ પરંતુ આખા દેશમાં એનકાઉન્ટર વિશેષજ્ઞના નામથી પ્રખ્યાત હિમાંશુ રૉયે આજે પોતાને ગોળી મારી દીધી. આ ઘટના બાદ સમગ્ર પોલિસ દળ શોકમગ્ન છે. હિમાંશુએ શુક્રવારે બપોરે પોતાના ઘરે લગભગ 1.30 વાગે પોતાની સર્વિસ રિવોલ્વરથી જ પોતાને ગોળી મારી દીધી. આ સમાચારે આખા દેશમાં સનસની ફેલાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ખૂબ જ ધાકડ તેમજ તેજતર્રાર હિમાંશુ રૉયે દેશના બહુચર્ચિત કેસોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

સ્પૉટ ફિક્સિંગ મામલે બિંદુ દારા સિંહની ધરપકડ કરી

સ્પૉટ ફિક્સિંગ મામલે બિંદુ દારા સિંહની ધરપકડ કરી

વર્ષ 2013 માં આઈપીએલમાં સ્પૉટ ફિક્સિંગનો ખુલાસો થયા બાદ દેશના જાણીતા પહેલવાન અને અભિનેતા દારા સિંહના પુત્ર બિંદુ દારા સિંહની ધરપકડ કરી હતી. આટલુ જ નહિ, હિમાંશુ રૉય જ છે જેમણે મેચ ફિક્સિંગ મામલે ચેન્નઈ સુપર કિંગ્ઝના માલિક અને પૂર્વ બીસીસીઆઈ ચીફ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનની પૂછપરછ કરી હતી અને આ મામલે તેને દોષી બતાવ્યો હતો.

શ્રીસંત સામે પુરાવા

શ્રીસંત સામે પુરાવા

નિડર અને સ્પષ્ટ બોલનારા હિમાંશુ રૉયે જ ક્રિકેટર શ્રીસંત સામે પુરાવા ભેગા કર્યા હતા. તેમણે જ હોટલના તે રૂમમાંથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ, ડેટાકાર્ડ, કેટલીક ડાયરીઓ અને રોકડ રકમ પકડી હતી કે જે ક્રિકેટર શ્રીસંતના નામ પર હતી.

ઈકબાલ કસકરના ડ્રાઈવરનું એનકાઉન્ટર

ઈકબાલ કસકરના ડ્રાઈવરનું એનકાઉન્ટર

આટલુ જ નહિ હિમાંશુ રૉયે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરના ડ્રાઈવર આરિફ એનકાઉન્ટરમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી. આટલુ જ નહિ તેમનુ નામ પત્રકાર જેડે હત્યા પ્રકરણ, વિજય પાલાંડે-લૈલા ખાન ડબલ મર્ડર કેસ જેવા મહત્વના મામલામાં પણ જોડાયેલુ રહ્યુ હતુ.

આતંકી યાસીન ભટકલ મામલે કર્યો હતો મોટો ખુલાસો

આતંકી યાસીન ભટકલ મામલે કર્યો હતો મોટો ખુલાસો

વર્ષ 2014માં એક ન્યૂઝ ચેનલ પર હિમાંશુ રૉયે ખુલાસો કર્યો હતો કે તેમની પાસે એ વાતના બધા પુરાવા છે કે જે આ સાબિત કરે કે દેશમાં થયેલા ઘણા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. તેમણે કહ્યુ હતુ કે 26/11 ની આતંકી ઘટના બાદ પણ પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપવાનું કામ કરી રહ્યુ છે. તેમને આતંકી યાસીન ભટકલના 4000 ઈમેલ મળ્યા હતા, જેના આધાર પર હિમાંશુએ આ વાત કહી હતી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે હવે તેમની હાજરીમાં કોઈ મુંબઈનો વાળ પણ વાંકો નહિ કરી શકે.

કસાબ જોડે ખોલાવ્યા હતા રાઝ

કસાબ જોડે ખોલાવ્યા હતા રાઝ

હિમાંશુ રૉય 26/11 આતંકી હુમલામાં શામેલ જીવતા પકડાયેલા આતંકી આમિર અજમલ કસાબના કેસમાં પણ જોડાયેલા હતા. અજમલ પહેલા પાકિસ્તાનનો નાગરિક હોવાનો ઈનકાર કરતો રહ્યો, હિમાંશુએ જ તેનાથી એ રાઝ ખોલાવ્યો કે તે પાકિસ્તાની છે, તેમણે જ કસાબની વિરુદ્ધમાં પુરાવા ભેગા કર્યા હતા જેના કારણે કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો.

English summary
former mumbai top cop himanshu roy commits suicide read his famous case kasab to bindu dara singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X