For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજાબ કાંડઃ RJDના પૂર્વ સાંસદને આજીવન કેદ

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત તેજાબ કાંડમાં વિશેષ કોર્ટે આરજેડીના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. અન્ય ત્રણ સહયોગી આરોપીઓને પણ ઉંમર કેદ ફટકારવામાં આવી છે.

Mohammad

2004માં આરોપી મોહમ્મદ શહાબુદ્દીને તેજાબ રેડી બે ભાઇઓની હત્યા કરી હતી. ગત ગુરુવારે સીવાન જેલમાં જ બનેલ વિશેષ કોર્ટે આ મામલે શહાબુદ્દીન સહિત ચાર લોકોને દોષી કરાર આપ્યો હતો. આ ચારેય આરોપીઓ પર હત્યા, હત્યાના ઇરાદે અપહરણ અને અપરાધિક ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓને આજે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 16 ઓગસ્ટ 2014ના રોજ આરોપીઓએ સીવાનના 2 ઉદ્યોગપતિઓનું અપહરણ કર્યું હતું. જમીની વિવાદમાં ખંડણી ન આપવાના આરોપસર બંને ભાઇઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ મોહમ્મદ શહાબુદ્દીને અન્ય ત્રણ આરોપીઓ સાથે મળી બંને ભાઇઓને તેજાબથી નવળાવ્યા હતા. જેને પગલે બંને ભાઇઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

English summary
The special court will pronounce the quantum of punishment on Friday to former Rashtriya Janata Dal MP Mohammad Shahabuddin and three other accused in connection with the murder case of two brothers 11 years ago in Siwan district of Bihar. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X