For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCના વધુ એક પૂર્વ જજ રંગીનમિજાજીઃ લૉ ઇંટર્ને લગાવ્યો યૌન શોષણનો આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે ગાંગુલી પર લાગેલા યૌન શોષણનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં સુપ્રીમ કોર્ટના જ વધુ એક પૂર્વ જજ પર યૌન શોષણનો ચોકાંવનારો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ નવા વિવાદ શરૂ થઇ ગયા છે અને ગંભીરતાથી તપાસ કરાવવાની માંગ ઝડપી બની ગઇ છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે ગાંગુલીએ પશ્ચિમ બંગાળ માનવ અધિકાર આયોગના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું.

sc-judge-sexual-harassment
જજ પર પણ આરોપ લગાવનારી લૉ ઇંટર્ન નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ જ્યૂડિશિયલ સાયન્સ, કોલકતાની જ પૂર્વ છાત્રા છે. સુપ્રીમ કોર્ટના જજના વ્યવહારથી પરેશાન થઇને ઇંટર્ને અધવચ્ચેથી જ ઇંટર્નશીપ છોડી દીધી હતી. આરોપી જજનું નામ સ્વતંત્ર કુમાર છે અને હાલ તે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરમેન છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પીડિતાએ જણાવ્યું, ઇન્ટર્નશિપ શરૂઆતના દિવસોમાં જસ્ટિસ સ્વતંત્ર કુમારથી મારી વાતચીત ઘણી જ સીમિત રહેતી હતી. તે ક્યારેક ક્યારેક મને અને મારી સાથી ઇંટર્નને ફોન કરીને કામ સંદર્ભે અપડેટ લેતા હતા.

પરંતુ એકવાર અમે ઓફિસ રૂમના ગેટ પાસેથી પસાર થઇ રહ્યાં હતા. જસ્ટિસ સ્વતંત્ર કુમાર મારી પાછળ હતા. દરવાજા પાસે તેમણે મારી કમરની નીચેના ભાગે હાથ રાખી દીધો. મને ઘણું અજીબ લાગ્યુ. પછી 28 મેએ મારાથી કામમાં કોઇ ભૂલ થઇ ગઇ. મને લાગ્યું કે મારે જસ્ટિસની માફી માંગવી જોઇએ. તે પોતાની ઓફિસ રૂમમાં એકલા બેસેલા હતા. મે માફી માંગી તો તેમણે કહ્યું કે મારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે મને પોતાની ડેસ્ક તરફ આવવા માટે કહ્યું. પછી મારા ડાભા ખભા પર કિસ કરી. હું હેરાન થઇને પાછળ હટી ગઇ અને રૂમની બહાર જતી રહી. પીડિતાએ કહ્યું કે, જસ્ટિસ ગાંગુલી વિરુદ્ધ ફરિયાદ થયા બાદ મારી હિંમત વધી છે. ત્યારબાદ જ તેણે પોતાની સાથે થયેલા યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
Yet another former SC judge has been named in a sexual harassment case. After justice AK Ganguly's case got highlighted in the media, another law intern alleged that she was sexually harassed by former SC judge Swatanter Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X