For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહ ભાજપમાં જોડાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: વર્ષ 1990માં રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ આરકે સિંહ શુક્રવારે ભાજપમાં જોડાશે અને તેઓ બિહારથી આગામી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરકે સિંહ રામમંદિર આંદોલન દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે તે બિહારમાં તૈનાત હતા. આ ઘટના બાદ ભાજપે તત્કાલીન વીપી સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લીધુ હતું જેથી સરકાર ધરાશય થઇ ગઇ હતી. બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલૂ પ્રસાદે 23 ઓક્ટોબર 1990આ રોજ સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીને ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા.

ra-k-singh

વર્ષ 1975 બેચની બિહાર કેડરના આઇએએસ અધિકારી આરકે સિંહ 30 જૂનના રોજ ગૃહ સચિવ પદેથી સેવાનિવૃત થઇ રહ્યાં છે. તે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ, શાહનવાઝ હુસૈન, સુશીલ મોદી, ધમેન્દ્ર પ્રધાન અને રાજીવ પ્રતાપ રૂડીની હાજરીમાં ભાજપમાં જોડાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની બિહારની આરા યા સુપૌલા લોકસભા સીટ પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

English summary
Former Union home secretary RK Singh is set to join the BJP on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X