For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી અને જીએસટી ઘ્વારા બધું બરબાદ થઇ ગયું: ચિદમ્બરમ

ચિદમ્બરમ ઘ્વારા મોદી સરકારની આર્થિક નીતિઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પી ચિદમ્બરમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશની આર્થિક હાલત સારી નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચિદમ્બરમ ઘ્વારા મોદી સરકારની આર્થિક નીતિઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પી ચિદમ્બરમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશની આર્થિક હાલત સારી નથી. જેના માટે તેમને સીધી રીતે મોદી સરકારને જવાબદાર ગણાવી છે અને જણાવ્યું છે કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે દેશને પરિણામ ભોગવવું પડી રહ્યું છે.

p chidambaram

પી ચિદમ્બરમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશના વિકાસ દરમાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. જીએસટીને કારણે નાના કારોબારીઓને ઘણું નુકશાન થયું છે. તેમને જણાવ્યું કે તામિલનાડુ સરકારે માન્યું છે કે 50,000 એસએમઇ ઉદ્યોગ બંધ થઇ ગયા છે. મેં 2018 આરબીઆઇ કન્ઝ્યુમર કોફીડન્સ સર્વે મુજબ 48 ટકા લોકો માને છે કે દેશની આર્થિક હાલત ખરાબ થયી છે.

પી ચિદમ્બરમ ઘ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ખેડૂતોની ઉપજ પર 50 ટકા નફાની વાત ફક્ત એક જુમલો હતો. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી કિંમતો વધી રહી છે જેને કારણે લોકોમાં ગુસ્સો છે. જૂન 2014 દરમિયાન જે કિંમત હતી અને હાલમાં જે કિંમત છે જેના વધારે માટે કોઈ જ કારણ નથી.

પી ચિદમ્બરમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેરોજગારી ખુબ જ વધી છે. સરકારને સલાહ આપતા તેમને જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો કિંમત ખુબ જ ઘટી શકે છે. કેન્દ્ર અને 19 રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતાં તેઓ કોઈ પણ પગલાં નથી લઇ રહ્યા.

પી ચિદમ્બરમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશભરમાં વિશ્વ વિધાયલોમાં ખલબલી મચી છે. કારણકે યુવાઓને ખબર છે કે તેમને ડિગ્રી મળ્યા પછી પણ તેમના માટે કોઈ નોકરી નથી. અત્યારસુધી કોઈએ પણ એવો નવો વિચાર નથી અપનાવ્યો કે પકોડા તળવા પણ એક નોકરી છે.

English summary
former union minister p chidambaram attacks modi government economic policies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X