For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાનું નિધન, આજે સાંજે અંતિમ સંસ્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 નવેમ્બર: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને યૂપીએ સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂકેલા મુરલી દેવડાનું નિધન થઇ ગયું છે. સોમવારે સવારે 3:25 વાગે તેમણે મુંબઇ સ્થિત પોતાના નિવાસમાં અંતિમ શ્વાસ લીધો. મુરલી દેવડા ગત કેટલાક દિવસોથી કેંસરથી પીડિતા હતા. મુરલી દેવડાનું આજે સાંજે 4 વાગે મુંબઇમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

murli-deora-612

77 વર્ષના મુરલી દેવડા લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્રિય રાજકારણમાં સક્રિય રહ્યાં. મુરલી દેવડા રાજ્યસભા સાંસદ હતા અને ગાંધી પરિવારના ખૂબ નજીક ગણવામાં આવતા હતા. તો બીજી તરફ તેમના નિધનથી પાર્ટી માટે નિશ્વિતપણે એક મોટું નુકસાન છે. પોતાના લાંબા રાજકીય અનુભવના લીધે મુરલી દેવડાને મુંબઇ કોંગ્રેસના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા અને ખરેખર કોંગ્રેસ માટે મુરલી દેવડાની ભરપાઇ કરવી મુશ્કેલ છે.

મુરલી દેવડાએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત 1968માં કરી હતી જ્યારે તે મુંબઇમાં કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા. 1977માં શિવસેનાની મદદથી મુરલી દેવડા મુંબઇના મેયર ચૂંટવામાં આવ્યા.

જો કે 1980માં તે દક્ષિણ મુંબઇ લોકસભાની ચૂંટણીમાં હારી ગયા પરંતુ આ સીટ પર 1984 અને 1989ની લોકસભા ચૂંટણીમાં તેમણે જીત પ્રાપ્ત કરી. 2004માં મુરલી દેવડાને કોંગ્રેસે રાજ્યસભામાંથી સાંસદ બનાવવામાં આવ્યા. 2006માં મુરલી દેવડાને યૂપીએ સરકારમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી બનાવવામાં આવ્યા. 2011 સુધી મુરલી દેવડા કેન્દ્રમાં કોર્પોરેટ મામલાના મંત્રી હતા.

English summary
Senior Congress leader and former Union Minister Murli Deora passed away here this morning after prolonged illness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X