ગરીબ છોકરીઓએ 12માં ધોરણમાં કર્યુ શાનદાર પ્રદર્શન, હવે સ્નાતક માટે જશે ઑસ્ટ્રેલિયા
તેલંગાનાના પછાત વિસ્તારમાંથી આવતી ચાર છોકરીઓ ઑસ્ટ્રેલિયા ભણવા માટે જશે. તેલંગાના સોશિયલ વેલ્ફેર રેસિડેન્શિયલ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ સોસાયટીની આ ચાર છોકરીઓ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયાની ઉડાન ભરશે. હાલમાં જ 12માં ધોરણમાં શાનદાર માર્ક્સ લાવનારી આ છોકરીઓને આગળના અભ્યાસ માટે વિદેશ જવાનો મોકો મળી રહ્યો છે. હજુ સુધી પોતાના ગામથી દૂર શહેર સુધી નહિ ગયેલા આ છોકરીઓ યુનિવર્સિટી ઑફ વોલ્લોગોંગમાં બિઝનેસ સ્નાતક કરશે.
તેલંગાના સોશિયલ વેલ્ફેર રેસિડેન્શિયલ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુશન્સ સોસાયટીના 36 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર તેમની સંસ્થામાંથી પાસ બાળકીઓ વિદેશ જઈ રહી છે. ચંદના, મનોગના, કૃષ્ણાવેની અને સંકીરથનાએ 12મુ પાસ કરવા સાથે સાથે હવે ઈન્ટરનેશનલ ઈંગ્લિશ ટેસ્ટિંગ સિસ્ટમ ક્લિયર કરવા માટે મહેનત કરી રહી છે. ચંદના વરંગલ જિલ્લાની છે અને એક જિમ કોચની દીકરી છે.
મનોગના મનછેરિયલની રહેવાસી છે જેની મા આંગણવાડીમાં કામ કરે છે. કરીમનગરની સંકીરના એક ખેડૂતની અને કૃષ્ણાવેની એક વેન ડ્રાઈવરની દીકરી છે. ત્રણ છાત્રાઓ એસસી અને એક પછાત વર્ગની છે. ચારે છાત્રાઓએ બારમાની પરીક્ષા આ વર્ષે પાસ કરી છે. વિદેશ જઈને અભ્યાસ કરવાનો મોકો મળવાથી ચારે ખૂબ જ ખુશ છે.
Weather Alert: યુપી, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ