પશ્ચિમ બગાળમાં ભારત બંધની સૌથી વધુ અસર, રેલવે ટ્રેક પર 4 ક્રૂડ બોમ્બ મળ્યા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારત બંધની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં ઉત્તર 24 પરગનાના હ્રદયપુર સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પોલીસે ચાર લાઈવ બોમ્બ જપ્ત કર્યા છે. જણાવી દઈએ કે આજે 10 વાગ્યે ટ્રેડ યૂનિયનોએ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં ભારત બંધનું આહ્વાન કર્યું છે. બંગાળમાં વામપંથી સંગઠન કોલકાતા સહિત અન્ય ક્ષેત્રોમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અહીં સવારે 6 વાગ્યેથી જાદવપુર અને અન્ય સ્થળોથી વામપંથી સમર્થક રાજ્યના કેટલાય વિસ્તારોમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અને નાગરિકતા સંશોધન કાનૂનનો પણ વિરોધ કરી રહ્યા છે.

4 બોમ્બ મળ્યા
એવા પણ અહેવાલ છે કે સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) જાદવપુર વિશ્વવિદ્યાલયના ગેટ નંબર 4 પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો વિશ્વવિદ્યાલયમાં લોકોને અંદર જવાથી રોકી રહ્યા છે. કેટલાય સ્થળો પર રસ્તાઓ બ્લૉક કરી દીધા છે. બસો અને અન્ય સાર્વજનિક વાહનોને આગળ વધવા દેવામાં આવતાં નથી.
|
કૂચબિહારમાં બસોમાં તોડફોડ
માલદા અને કૂચબિહારમાં બસોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. જો કે અંગત વાહનોને હજુ સુધી ટાર્ગેટ કરવામાં આવ્યા નથી. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય રહે તેનું સરકાર સંપૂર્ણ ધ્યાન રાખશે. બસોની સેવા વધારી દેવામાં આશે. અહીં સરકારી અને ખાનગી કાર્યાલયોમાં કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ રસ્તાઓ બ્લૉક થવાના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

રોડ બ્લૉક કર્યા
કેટલાક સ્થળોએ ખાસ કરીને બજારોમાં પ્રદર્શનકારીઓએ ટાયરમાં પણ આગ લગાવી દીધી છે. હદરા અને જાદવપુર જેવા સંવેદનશીલ સ્થળો પર કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે રસ્તાના કાંઠે સ્ટૉલ લગાવનારાઓએ માથે હેલમેટ પહેરી રાખ્યા છે. પ્રદર્શનકારીઓએ આ લોકો પર પથ્થરમારો કર્યો છે. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસબળની સંખ્યા વધારી દેવામાં આવી છે.