• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસામમાં ફરી હિંસા ભડકી, ચારના મોત

By Super
|

ગુઆહાટી, 17 નવેમ્બરઃ આસામના બોડોલેન્ડ વિસ્તારમાં તાજી હિંસા ફાટી નિકળી છે. જિયાગુડી વિસ્તારમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ચાર લોકોની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે હત્યા મામલે બોડોલેન્ડના ક્ષેત્રિય સ્વાયત્ત જિલ્લાના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ મહાનિદેશક(બીટીએડી) એસ એન સિંહે કહ્યું કે ગઇ રાત્રે હુમાલખોરોએ કોકરાઝાર પોલીસ વિસ્તારના જિયાગુડીમાં અંધાધૂધ ગોળીબાર કરી જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં. બીટીએડીના સભ્ય મોનોકુમાર બ્રહ્મા ઉર્ફે જાલ્જાએ શનિવારે હત્યાઓના મામલે ધરપકડ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તેમના ઘરેથી બે એકે 47 રાઇફલ, મેગઝીન અને 60 ગોળીઓ મળી આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે હિંસા ભડકાવ્યા બાદ કોકરાઝાર જિલ્લામાં અનિશ્ચિતકાળ સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

English summary
Bodoland area in lower Assam witnessed fresh trouble with the killing of four persons by armed assailants in Jiaguri even as police arrested a member of Bodoland Territorial Autonomous District in connection with the killing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X