For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન વિવાદમાં એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા

બિહારના સીતામઢી માં જમીન વિવાદને કારણે એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના સીતામઢી માં જમીન વિવાદને કારણે એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પછી વિસ્તારમાં સનસની ફેલાઈ ગયી છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયી અને બધા જ શવોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. પોલીસ મુજબ આ ઘટના સોતેલા દીકરાએ અંજામ આપી છે.

murder

આ ઘટના સીતામઢી જિલ્લાના ડુમરા ચોકીના બનચોરી ગામની છે. જ્યાં રવિવારે મોડી રાત્રે સોતેલા ભાઈઓ પોતાના સગા પિતા રામવિલાસ સાહ, સોતેલી માતા શૈલો દેવી, નવલ કુમાર અને રાહુલ કુમાર ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટના વિશે સૂચના મળતા એસપી વિકાસ વર્મન, એએસપી સંદીપ કુમાર સદર ડીએસપી કુમાર વીર ધર્મેન્દ્ર, ડુમરા ચોકી અધ્યક્ષ વિકાસ કુમાર સિંહ પોલીસ બળ સાથે જગ્યા પર પહોંચી ગયા. ફોરેન્સિક ટીમ ઘ્વારા ઘટનાસ્થળ પર મળેલા પુરાવા ભેગા કરી લેવામાં આવ્યા છે.

આ આખી ઘટનામાં માનવતાને શરમાવે તેવો એક મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આખી રાત આ શવો સદર હોસ્પિટલના મુખ્ય રસ્તા પર લાવારીશ અવસ્થામાં પોસ્ટમોર્ટમ માટે પડી રહ્યા હતા. આ હત્યાકાંડમાં અત્યારસુધીમાં ત્રણ લોકોની અટક કરવામાં આવી ચુકી છે.

English summary
Four People of the same family shot dead in sitamarhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X