For Quick Alerts
For Daily Alerts
હરિયાણામાં ભાજપની સફળતાના ચાર હીરો
નવી દિલ્હી(વિવેક શુક્લ): હરિયાણામાં પ્રારંભિક ટ્રેન્ડિંગથી સ્પષ્ટ થઇ ગયું છેકે, પ્રદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે. આ પહેલીવાર બની રહ્યું છેકે પ્રદેશમાં ભાજપને કોઇ ચૂંટણીમાં આ પ્રકારે સફળતા મળી હોય. પરંતુ આ જીતનો શ્રેય ભાજપના ચાર નેતાઓને આપવો પડશે, જેમણે આ સફળતાની કહાણી લખી. આ ચારેય છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોહતકમાં અભિયાન ચલાવી રહ્યાં હતા.
1. કૈલાશ વિજયવર્ગીય
આ યાદીમાં પહેલું નામ કૈલાશ વિજયવર્ગીયનું લેવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી કૈલાશ ગજબના નેતા છે. તે હરિયાણામાં પાર્ટી કાર્યકર્તાઓના લાંબા બોરિંગ ભાષણોના સ્થાન પર નાના ભાષણ આપીને પ્રેરિત કરતા રહે છે. તેમના ભાષણોની વચ્ચે ભજન પણ ચાલું થઇ જતા હતા. તે પોતાના કાર્યકર્તાઓને એ પ્રકારે સમજાવતા રહ્યાં કે તેમણે આ વખતે એટલી મહેનત કરવાની છે કે જીત હાંસલ કરી શકીએ.
2. ડો. અનિલ જૈન
બીજું નામ ડો. અનિલ જૈનનું લઇ શકાય છે. તે ભાજપના રાષ્ટ્રીય સચિવ છે. તેઓ કેમ્પેનની તમામ તૈયારીઓને જોઇ રહ્યાં હતા. તેમના પર જવાબદારી હતી કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓને આયોજીત કરે. પાર્ટીના ઉમેદવારોની પસંદગીમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી.
3. રામ લાલ
ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ રામલાલે પાર્ટી કાર્યકર્તાઓને અનુશાસનનું મહત્વ સમજાવ્યું. તે પ્રદેશના દરેક ખૂણે ફરી રહ્યાં હતા, કારણ કે આ વખતે જીત ન મળી તો હરિયાણામાં ક્યારેય સફળતા નહીં મળે. તેનાથી કાર્યકર્તાઓમાં જુસ્સો પેદા થયો.
4. શિવ પ્રકાશ
હરિયાણામાં ભાજપને મળી રહેલી સફળતામાં શિવ પ્રકાશે પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. તે સંઘ સાથે જોડાયેલા છે. ભાજપના સંયુક્ત મહાસચિવ(સંગઠન) છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને જોડવામાં પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો. તેમણે કાર્યકર્તાઓને એ ઝીણામાં ઝીણી વાતોથી અવગત કર્યા જેનાથી ચૂંટણીને જીતી શકાય છે.