Jaipur Bomb Blast: જયપુર સિરિયલ કેસમાં આજમગઢના ચાર આતંકી દોષી
જયપુરઃ રાજસ્થાનના ગુલાબી નજર જયપુરને લોહીથી લાલ કરનાર જયપુર બોમ્બ બ્લાસ્ટના ચાર આરોપીઓને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. 13 મે 2008ના રોજ જયપુરમાં થયેલ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલામાં જયપુર સ્થિત વિશેષ અદાલતે બુધવારે ફેસલો સંભળાવ્યો છે. એક આરોપીને છોડી મૂકવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે 11 વર્ષ પહેલા જયપુર પરકોટા ક્ષેત્રમાં આઠ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 185 લોકો ઘાયલ થયા હતા. જયપુર બોમ્બ બ્લાસ્ટના આરોપમાં લખનઉ અને દિલ્હીના મોહમ્મદ શહબાજ હુસૈન, મોહમ્મદ સૈફ ઉર્ફે કૈરીઑન, મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સલમાન અને સૈફુર ઉર્ફે સૈફુર્રહમાન અંસારી પકડાયા હતા. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ દોષી કરાર આપેલ ચારેય આરોપી યૂપીના આઝમગઢના રહેવાસી છે.

1. મોહમ્મદ સરવર આઝમી, ઉંમર- 35
દોષી આરોપીઓમાંનો એક મોહમ્મદ સરવર આઝમી ચાંદ પટ્ટી, આઝમગઢનો રહેવાસી છે. બાટલાહાઉસ એન્કાઉન્ટર 2009 દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જયપુરના ચાંદપોલ હનુમાન મંદિર સામે બોમ્બ પ્લાન્ટ કરવાનો દોષી છે.

2. સૈફુર ઉર્ફ સૈફુર્રહમાન અંસારી, ઉંમર-33
સૈફુર નામનો આ આરોપી આઝમગઢને રહેવાસી છે. એપ્રિલ 2009માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જયપુર પરકોટામાં ફૂલવાળાનાથેલામાં બોમ્બ રાખવાનો દોષી છે.

3 મોહમ્મદ સલમાન, ઉંમર- 31
મોહમ્મદ સલમાન નામનો આ આરોપી આઝમગઢના નિજામાબાદનો રહેવાસી છે. ડિસેમ્બર 2010માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જયપુરના સાંગાનેરી ગેટ હનુમાન મંદિર પાસે બોમ્બ પ્લાન્ટ કરવાનો દોષી છે.

4. મોહમ્મદ સૈફ, ઉંમર- 33
મોહમ્મદ સૈફ નામનો આ આરોપી આઝમગઢના સરાયમીરનો રહેવાસી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં તેની ધરપકડ થઈ હતી. જયપુરના માણેક ચોકમાં બોમ્બ રાખવાનો તે દોષી છે.

આ પણ આરોપો
ઉપરના ચાર ઉપરાંત મોહમ્મદ આતીફ અમીન ઉર્ફે બશીર અને છોટા સાઝિદ બાટલા પણ જયપુર બોમ્બ બ્લાસ્ટનો આરોપી હતી. આ બંને બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર મર્યા. જ્યારે અન્ય એક આરોપી આરિજ ખાન ઉર્ફે જુનૈદ હાલ દિલ્હી પોલીસની પકડમાં છે. ત્રણ આરોપી મિર્ઝા શાદાબ બૈગ ઉર્ફે મલિક, સાજિદ બડા અને મોહમ્મદ ખાલિદ હજી પણ ફરાર છે.
નિર્ભયા કેસઃ બળાત્કારી અક્ષયની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી