• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડિફેન્સ મિનિસ્ટ્રીની સિદ્ધિઓ, ચાર વર્ષમાં OROP અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દાઓ ઉકેલ્યા

By Lekhaka
|

મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે 4 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. દરમિયાન વન રેન્ક વન પેન્શન જેવા મોટા મોટા પડકારને સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા. જેમણે ડર કે કોઈપણ મદદ વિના દેશની રક્ષા કાજે સેવા કરી તેવા લાખો પૂર્વ સૈનિકોનો આ મુદ્દો ચિંતાજનક હતો.

જેમ-તેમ કરીને ડિફેન્સ મિનિસ્ટ્રી આ મુદ્દાનો ઉકેલ લાવવામાં સફળ રહી. રક્ષામંત્રાલય દ્વારા કહેવામા આવ્યું કે 4 વર્ષ બાદ મુદ્દાનો ઉકેલ લાવી દેવાયો છે અને પીએમ મોદી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોત. બીજા એક મોટા સમાચાર એ હતા કે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે મિનિસ્ટ્રી ચિંતિત હતી.

વન રેન્ક વન પેન્શન

વન રેન્ક વન પેન્શન

સીજીડીએ દ્વારા મળેલા અહેવાલ મુજબ 39 સપ્ટેમ્બર 2017થી વન પેન્શન વન રેન્ક લાગૂ કરવામા આવ્યું અને 31 ડિસેમ્બર 2017થી તેનો લાભ મળતો થઈ જશે. જે-તે એક્સ સર્વિસમેન કે તેમની ફેમિલી પેન્શનરને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ઈન્સ્ટોલમેન્ટમાં ક્રમશઃ 5161.45 કરોડ, 2397.22 કરોડ, 2320.7 કરોડ અને 1859.72 કરોડ રૂપિયાનું એરિયર્સ ચૂકવી દેવામા આવ્યું છે. પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં 20,43,354 એક્સ સર્વિસમેન, બીજા ઈન્સ્ટોલમેન્ટમાં 15,94,063, ત્રીજા ઈન્સ્ટોલમેન્ટમાં 15,71,744 અને ચોથા ઈન્સ્ટોલમેન્ટમાં 13,28,313 પૂર્વ જવાનોને લાભ મળ્યો હતો. આ ચાર ઈન્સ્ટોલમેન્ટમાં કુલ 10, 739.09 કરોડ રૂપિયાનું એરિયર્સ ચૂકવવામાં આવ્યું હતું.

પૂર્વ જવાનો માટે અન્ય માપણી

પૂર્વ જવાનો માટે અન્ય માપણી

 • એકેડમિક વર્ષ 2015-16 દરમિયાન પ્રાઈમ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કિમ 4000 રૂપિયાથી વધારીને 5500 કરી દેવામાં આવી.
 • એપ્રિલ 2016થી દીકરી માટે મેરેજ ગ્રાન્ટ વધારીને 16000થી 50 હજાર કરી દેવામાં આવી છે.
 • ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ માટે કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા 11 માર્ચ 2016ના રોજ વેબ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું.
આઈએનએસ કાલવરી

આઈએનએસ કાલવરી

 • 14 ડિસેમ્બર 2017ના રોજ પીએમ મોદી દ્વારા દેશની રક્ષા કાજે નેવલ સબમરિન આઈએનએસ કાલવરી ફાળવાવમાં આવી હતી.
 • નવેમ્બર 2017માં વર્લ્ડની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ ક્રૂઝ બ્રહ્મોસે ઈતિહાસ રચી દીધો જ્યારે ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ- 30MKIથી બ્રહ્મોસને સફળપણે લૉન્ચ કરવામાં આવી.
 • એર મિસાઈલ આકાશ સફળપણે લૉન્ચ કરવામાં આવી.
 • ભારત અને રશિયા વચ્ચે પહેલી ટ્રાય સર્વિસ એક્સર્સાઈઝ ઈન્દિરાનું સફળપણે ઓક્ટોબર 2017માં આયોજન કરવામાં આવ્યું હતું.
 • શહીદ જવાનોના સન્માન માટે આર્મ્ડ ફ્લેગ ડેની ઉજવણી.
 • આઈએનએસ તરિણી પર ભારતીય મહિલા ક્રૂએ પહેલી વખત સમુદ્ર ખેડ્યો. 10 સપ્ટેમ્બર 2017ના રોજ તરિણીએ સફર શરૂ કરી હતી અને એપ્રિલ 2018માં તે ગોઆ ખાતે પરત ફર્યું હતું.
અન્ય સિદ્ધિઓ

અન્ય સિદ્ધિઓ

ડિફેન્સ યૂનિટ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે તે માટે ડિફેન્સ સટ્રાવેલ સિસ્ટમ વિકસાવવામાં આવી. રેલવે દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આ્યો. રેલવે અને એર ટ્રાવેલ મોડલ ડેવલપ કરવામાં આવ્યો. 10675 ડિફેન્સ યૂનિટમાંથી 28 ડિસેમ્બર 2017 સુધીમાં 5759 ડિફેન્સ યૂનિટને આ યોના અંતર્ગત કવર કરી લેવામા આવ્યાં. આજ સુધીમાં કુલ 12,19,969 લાભાર્થીઓએ લાભ ઉઠાવ્યો હતો. અત્યારે આ સિસ્ટમ દ્વારા દરરોજ સરેરાશ 5.1 લાખ રેલવે ટિકિટ બુક થાય છે જ્યારે મહિનામાં 70 કરોડ જેટલી ટિકિટ બુક થાય છે. જરૂરિયાત મુજબ આ સિસ્ટમમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે.

ડિફેન્સ પેન્શનર માટે વેબ બેઝ્ડ પેન્શન વિતરણ સિસ્ટમ શરૂ કરવામાં વશે. જેના દ્વારા પેન્શનની પ્રપોઝલ મળતાની સાથે જ પેમેન્ટ કરી દેવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા ડિફેન્સ પેન્શનરની ફરિયાદોનું નિવારણ લાવી શકાશે.

16 જાન્યુઆરી 2018ના રોજ ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણની આગેવાનીમાં ડિફેન્સ એક્યુઝિશન કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં ડિફેન્સ સાધનો બનાવવા માટેની પ્રોસિઝર "મેક-2' સરળ બનાવવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા સાધનોના આયાતના અવેજીકરણ મામલે મદદરૂપ થશે અને નવાં નવાં સંશોધનોને પ્રમોટ કરવામાં મદદરૂપ થશે.

રફાલ

રફાલ

23 સપ્ટેમ્બર 2016ના રોજ 36 રફાલ એરક્રાફ્ટ મેળવવા માટે ભારત સરકારે ફ્રાન્સની સરકાર સાથે એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. સપ્ટેમ્બર 2019 સુધીમાં ફાઈટર પ્લેનની ડિલિવરી કરવી શરૂ થઈ શકે છે અને એપ્રિલ 2022 સુધીમાં બધાં એરપક્રાફ્ટ ડિલિવર કરી દેવામાં આવશે.

રફાલ એ એક ઓમની રોલ ફાઈટર છે જે લાંબા અંતરે ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે અને આનાથી આપણી આર્મીને વધુ તાકાત મળશે. આ મિસાઈલને હવામાંથી જ હવામાં ટાર્ગેટને પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં હવામાંથી જમીન પર પણ ટાર્ગેટને પાડી શકવાની ક્ષમતા ધરાવે છે.

અગ્ની-5

અગ્ની-5

 • 26 ડિસેમ્બર 2016ના રોજ પરિક્ષણ કરવામાં આવ્યું.
 • ટેસ્ટ ફ્લાઈટ દ્વારા સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થયો છે.
સર્જિકલ સ્ટ્રાઈક

સર્જિકલ સ્ટ્રાઈક

પાકિસ્તાન બોર્ડર પરથી સતત થઈ રહેલા યુદ્ધ વિરામના ભંગથી કંટાળીને દેશમાં ટેરરિઝમનો અંત લાવવાના હેતુસર આર્મીએ 29 સપ્ટેમ્બર 2016ના રોજ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

18 સપ્ટેમ્બર 2016ના રોજ ઉરીના આર્મી કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, આ હુમલામાં ભારતીય જવાનોની શહીદીના જવાબમાં ભારતીય આર્મી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આતંકવાદીઓ અને આતંકવાદને મદદ કરતા લોકોને નોંધપાત્ર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારતીય આર્મીએ આતંકવાદીઓના અડ્ડાઓ પર ત્રાટકી આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો હતો. ભારતના આ પગલાના દેશ-વિદેશની થિંક ટેન્કો દ્વારા વખાણ કરવામા આવ્યાં હતાં.

English summary
Four years in office, resolving OROP and surgical strikes were the highs for the Defence Ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X